<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

એસ્‍ટ્રોન ચોક બગીચા નજીક વાહન અકસ્‍માતમાં ૧૧ વર્ષની છાત્રાને ઇજા

એક્‍ટીવા ચાલક માતાનો બચાવઃ અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારી

રાજકોટ તા. ૪: શહેરના એસ્‍ટ્રોન ચોકથી મહિલા કોલેજ અન્‍ડર બ્રીજના રોડ તરફ એસ્‍ટ્રોન ચોકના બગીચા નજીક એક્‍ટીવા સાથે અજાણ્‍યુ વાહન અથડાતાં એક્‍ટીવા ચાલક ગુંદાવાડી-૬ કલ્‍યાણ પેલેસમાં રહેતાં અંજનાબેન દેવાંગભાઇ મોનાણી તથા તેમની પુત્રી દિયા (ઉ.વ.૧૧) ફંગોળાઇ જતાં પુત્રી દિયાને ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ એ-ડિવીઝનમાં જાણ કરી હતી. દિયા તપસ્‍વી સ્‍કૂલમાં અભ્‍યાસ કરે છે. તેના પિતા સોની કામ કરે છે. દિયગાને ગંભીર ઇજા થઇ હોઇ સિવિલમાંથી વધુ સારવાર માટે અન્‍ય હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી.

(3:55 PM IST)