તા. ૨૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૪ શનિવાર
News of Wednesday, 4th September 2024
હમ નહિ સુધરેંગે જાહેરમાં ગંદકી બદલ વધુ ૬ પાન-ચાની દુકાન સીલ
પ૦ દુકાનદાર પાસેથી ર.પ૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્તઃ ૧પ હજારનો દંડ

રાજકોટ, તા. ૪ : મ્યુનિ. કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખા દ્વારા વિવિધ વિસ્તારમાં જાહેરમાં ગંદકી બદલી અને પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કર્તાનું ચેકીંગ કરવામાં આવતા ૮૦ ફૂટ રોડ, અતુલ સર્કલ પાસે આવેલ મોહનભાઇ સરવૈયા હોલ પાસે ૬ શોપ સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત પ૦ વેપારીઓને ૧પ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
વેસ્ટ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગત આ પ્રમાણે છે.
પ૦ દુકાનદારો દંડાયા
મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વયે ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરનાર પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. ૦૩ ના ત્રણેય ઝોનમાંથી કુલ ૫૦ પાસેથી ૨.૫૧ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. ૧૪,૮૫૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર, સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.
ગંદકી બદલ સીલ
શહેરમાં મોહનભાઈ સરવૈયા હોલ પાસે આવેલ (૧) શ્રી શક્તિ ટી સ્ટોલ, (૨) ઠાકર પાન એન્ડ કોલ્ડ્રીંકસ, (૩) ખેતલાઆપા પાન એન્ડ ટી સ્ટોલ, (૪) બાબા પાન એન્ડ કોલ્ડ્રીંકસ, (૫) જયશ્રી ચામુંડા પાન એન્ડ કોલ્ડ્રીંકસ તથા ભાવનગર રોડ પર આવેલ (૬) શક્તિ ટી સ્ટોલ સીલ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ. આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવા અવાર-નવાર સુચના આપવામાં આવેલ. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવાતા સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી ઉપરોકત ૬ શોપને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્ટ - ૧૯૪૯ની કલમ - ૩૭૬ ૅએૅ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ.
(4:06 PM IST)










