તા. ૩૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૨ બુધવાર
News of Wednesday, 4th September 2024
રાજકોટમાં બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં નાખનાર હોસ્પિટલ સામે મનપા તંત્રની લાલઆંખ: સોલબી હેલ્થ હોસ્પિટલને ૧૦ હજારનો દંડ
શહેરના કાલાવડ રોડ પર નાલંદા સોસાયટીમા આવેલ હોસ્પિટલ દ્વારા ટીપરવાનમાં ઈન્જેકશન, સિરીન, નીડલ જેવો બાયો મેડીકલ વેસ્ટ ટીપરવાનમાં નાખવા બદલ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કાર્યવાહી

રાજકોટ: શહેરના કાલાવડ રોડ, નાલંદા સોસાયટીમાં આવેલ સોલબી હેલ્થ હોસ્પિટલ દ્વારા ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા બદલ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા હોસ્પિટલ પાસેથી રૂ.૧૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.
તા.૦૪ના સોલબી હેલ્થ હોસ્પિટલ દ્વારા ઈન્જેકશન, સિરીન, નીડલ જેવો બાયો મેડીકલ વેસ્ટ ટીપરવાનમાં નાખવા બદલ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા રૂ.૧૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.
ઉપરોક્ત કામગીરી રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઈજનેર શ્રી નિલેશ પરમારની સુચના અને નાયબ પર્યાવરણ ઈજનેરશ્રી દિગ્વિજયસિંહ તુવરના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.૮ના સેનીટરી ઇન્સ્પેકટર નિલેશ ડાભી દ્વારા કરવામાં આવેલ.
મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ તમામ હોસ્પિટલ, દવાખાનાઓ તથા ક્લિનિક ચલાવતા ડોકટરોને જાણ કરવામાં આવે છે કે તેમનો બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં કે કોઇપણઅન્ય જગ્યાએ ન ફેકતા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે અધિકૃત કરેલ એજન્સી Distromed Bio-Clean Pvt. Ltd. મારફત નિકાલ કરવા અનુરોધ કરેલ છે.
(6:26 PM IST)










