<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

રાજકોટમાં સાયબર ફ્રોડની બે ચોંકાવનારી ઘટના: નાઇઝીરિયન ગવર્નમેન્ટના નામે બે કરોડની ઠગાઈ: દિકરાનું ઘર વૃદ્ધાશ્રમના નામે પણ ઠગાઈ

રાજકોટ: સાયબર ફ્રોડની બે ઘટનાઓ સામે આવી છે.શહેરના કારખાનેદાર ચમનલાલ હરખાભાઈ બોરણિયા સાથે નાઇઝીરિયન ગવર્નમેન્ટના નામે ૨.૧૮ કરોડની છેતરપીંડી: કિચનવેરનો ઓર્ડર આપવાના બહાને ૧૧ બેન્ક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરાવડાવી ઠગાઈ કરવામાં આવી છે. જ્યારે બીજા બનાવમાં દિકરાનું ઘર વૃદ્ધાશ્રમના સેવકાર્યના વિડીયોનો દુરોપયોગ કરી ગઠીયાએ પોતાનો ક્યુઆર કોડ મૂકી દાન માંગ્યું હતું. આ અંગે ટ્રસ્ટી નલિનભાઈ તન્નાએ ફરિયાદ દાખલ કરાવી છે. બંને કિસ્સામાં રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. દીપકભાઈ પંડિતે ગુના દાખલ કરતા પીઆઇ આર.જી. પઢીયાર અને પીઆઇ એમ.એ. ઝણકાતે તપાસ હાથ ધરી છે.

(10:56 PM IST)