News of Friday, 6th September 2024
શિવશકિત યુવા ગ્રુપ દ્વારા ૧૫માં વર્ષે આયોજન : ૫૦×૮૦નો એ.સી.ડોમ બનાવવામાં આવ્યો જે.કે. ચોકમાં વૈદિક પુરાણ થીમ સાથે ગણપતિ મહોત્સવ
મૂર્તિની પ્રદક્ષીણા કરતા જીવંત સફેદ ઉંદરના દર્શનનો લ્હાવો મળશે : લોકડાયરો, રામામંડળ, દાંડીયારાસ, ડાન્સ કોમ્પીટીશન, લાડુ સ્પર્ધા સહિતના કાર્યક્રમો

શહેરના હૃદયસમા એવા યુનિવર્સિટી રોડ પર આવેલ જે. કે. ચોક ખાતે શિવશકિત યુવા ગ્રુપ દ્વારા આ ૧પમાં વર્ષે ‘ગણેશ મહોત્સવ'નું આયોજન કરવામાં આવેલ છે... આવતીકાલે તા.૭ના શનિવારે બપોરે ૧ર-૩૦ કલાકે શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે ગણપતિજીની દર્શનિય મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે.
એરકન્ડીશન પ૦×૮૦ના ડોમમાં રંગબેરંગી લાઈટીંગથી શણગારી વૈદિકપુરાણ થીમ એટલે સિમ્બોલ ઓફ હિન્દુ સંસ્કૃતિ, મનોકામના પૂર્ણ કરનાર જાગતા દેવ ગણેશજીમાં શ્રઘ્ધા ધરાવતા ભાવિકોને અનેરા દર્શનનો લાભ મળશે.
વૈદિકપુરાણ થીમ એટલે સિમ્બોલ ઓફ હિન્દુ સંસ્કૃતિની થીમમાં શ્રીફળ, નાડાછડી, બીંદી, રૂદ્રાક્ષ, સ્વસ્તીક, ગોટાપતિ, ઘંટ-શંખ, મંડાલા દ્વારા ડોમમાં શણગાર આકર્ષણ બની જશે.
ગણપતિ મહોત્સવના ૧૧ દિવસ દરમ્યાન રોજ સવારે ૭ વાગે અને રાત્રે ૮ કલાકે મહાઆરતી થશે. દરરોજ સવારે ૭ થી ૧ સાંજે પ થી રાત્રીના ૧ર વાગ્યા સુધી દેવાધિદેવ ગણેશજીના દર્શન ખુલ્લા રહેશે. ગણપતિજીની મૂર્તિ ફરતે પ્રદક્ષિણા કરતા જીવંત સફેદ મૂષકો(ઉંદરો)નો નજારો જોવા રાત્રીના સમયે ભાવિકોની ભીડ જામે છે.
તા.૭ના રાત્રે ૯ વાગ્યે સત્યનારાયણ ભગવાનની કથા, તા.૮ શ્રી રામધુન પ્રેમી (કુતિયાણા), તા.નાસીક ઢોલ, બાળકો માટે ગેમ્સ, તા.૧૦ દિકરો ભુલ્યો મા-બાપને નાટક, તા.૧૧ પાણીપુરી-લાડુ સ્પર્ધા, તા.૧ર ડાન્સ કોમ્પીટીશન, તા.૧૩ દાંડિયા રાસ - ફકત બહેનો માટે, તા.૧૪ લોકડાયરો, તા.૧પ રામામંડળ, તા.૧૬ કરાવો કે નાઈટ-બ્લડ ડોનેશન કેમ્પ લકકી ડ્રો.
આયોજનને સફળ બનાવવા જે.કે. જાડેજા, કુલદિપસિંહ જાડેજા (મો.૯૭૩૭૮ ૦૦૦૦૦), બલરાજસિંહ રાણા, ડો.હિરેન બોઘરા, રવિરાજસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ ઝાલા વિ.જોડાયા છે.
(4:18 PM IST)










