<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

પ્રતિક્રમણ એટલે પરિભ્રમણને પૂર્ણ વિરામ

 

રાજકોટઃ પ્રતિક્રમણરૂપી પાવન ગંગામા પસ્‍તાવારૂપી ડૂબકીઓ લગાવી આત્‍મશુધ્‍ધિ કરવાની હોય છે. જૈન દર્શનમાં પશ્ચયાતાપ - પસ્‍તાવાને અતિ મહત્‍વ આપેલું છે. મિથ્‍યાત્‍વ અને અજ્ઞાન દશાને કારણે પાપ થઈ જાય તો પાપીને નહીં પરંતુ તેના પાપને ધિકારવામા આવે છે.

મનોજ ડેલીવાળાએ જણાવ્‍યું કે જૈન દર્શનમાં અનેકાધિક દ્રષ્ટાંતો આવે છે છે કે જેઓએ પોતાના જીવનમાં ભયંકર પાપો કર્યા હતા,પરંતુ પાપથી પાછા હટી તેનું પ્રતિક્રમણ કરી પરમાત્‍મા પણ બની ગયાં છે. હિંદુ ધર્મમાં પણ વાલીયા લૂટારામાંથી વાલ્‍મીકી ઋષી બની ગયાનો દાખલો આવે છે. જૈન ધર્મ દેહ શુધ્‍ધિ નહીં પરંતુ આત્‍મ શુધ્‍ધિમા માને છે. પ્રતિક્રમણ કરતાં સમયે જગતના સર્વ જીવોને હ્રદયપૂર્વક ખમાવવાના... ક્ષમા માંગવાની અને ક્ષમા આપવાની.

આત્‍માની મિથ્‍યા માન્‍યતા, વૃતિ - પ્રવૃતિમા સુધારો ન થાય ત્‍યાં સુધી પરીભ્રમણ અટકતુ નથી. પ્રતિક્રમણનો મહિમા બતાવતા ચિંતકો લખે છે કે ત્રાજવાના એક છાબડામાં અનેક પુસ્‍તકોᅠ મૂકી દયો અને બીજામા માત્ર પ્રતિક્રમણ સૂત્ર રાખશો તો પ્રતિક્રમણ સૂત્ર રાખેલુ પલ્લુ નમી જશે...! કારણકે... પ્રતિક્રમણમાં જીવાત્‍મા પોતાના પાપનો એકરાર કરી,વેર - ઝેર ભૂલી ક્ષમા માંગતો અને આપતો હોય છે.તેનું હ્રદય રડતુ હોય છે કે હે પ્રભુ ! મને માફ કરો.

(2:47 PM IST)