News of Saturday, 7th September 2024
સદર બજારના જાવેદ ઉર્ફ મથાને એલસીબી ઝોન-૨ ટીમે દારૂ અને બીયર સાથે દબોચ્યો
ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે રૂખડીયાપરા પાસેથી પકડયોઃ અગાઉ ચાર ગુનાઓમાં સંડોવણી

રાજકોટ તા. ૭: શહેરના રૂખડીયાપરા ફાટક પાસે ખુલ્લી જગ્યામાંથી સદર બજારમાં રહેતાં શખ્સને એલસીબી ઝોન-૨ ટીમે રૂા. ૩૧૬૦૦ના દારૂ-બીયરના જથ્થા સાથે પકડી લીધો છે.
ઉચ્ચ અધિકારીઓની સુચના અનુસાર ટીમ દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી રૂખડીયાપરા ફાટક પાસે મેદાનમાં દરોડો પાડી જાવેદ ઉર્ફ મથો હુસેનભાઇ બ્લોચ (ઉ.વ.૩૨-રહે. સદર બજાર શ્રીકૃષ્ણ ચોક)ને દારૂ-બીયરના જથ્થા સાથે પકડી લીધો હતો. તેની પાસેથી રોયલ ચેલેન્જની ૨૦, રોયલ સ્ટગની ૨૩, મેકડોવેલ્સ નંબર વનની ૯, અવેરગ્રીન રિઝર્વની ૪, એઇટ પીએમની એંસી એમએલની ૩૦ બોટલો તથા કીંગફીશર બીયરના ૧૯ ટીન કબ્જે લેવાયા હતાં. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જાવેદ ઉર્ફ મથો બ્લોચ છુટક મજૂરી કામ કરે છે અને દારૂના ગુનામાં અગાઉ ડીસીબીમાં પકડાયો હતો. તેમજ એક વખત જૂગાર અને બે વખત જાહેરનામા ભંગના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. તે આ દારૂ બીયરનો જથ્થો રૂખડીયાપરામાં કોઇને આપવા ગયો હતો. તે દારૂ ક્યાંથી લાવ્યો? તે સહિતની તપાસ થઇ રહી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અનુસાર પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જયંતિભાઇ ગોહિલ, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, કોન્સ. ધર્મરાજસિંહ ઝાલા અને કુલદીપસિંહ રાણાએ આ કામગીરી કરી હતી.
(3:49 PM IST)










