News of Saturday, 7th September 2024
લાલ બાગ કા રાજાની ઝાંખી કરાવતા રાજકોટ કા મહારાજા
ભુદેવ સેવા સમીતી દ્વારા ડો.યાજ્ઞીક રોડ ખાતે ૧૬ માં વર્ષે આયોજન : મુર્તિની આજે સાંજે સ્થાપનઃ સુશોભન આરતી, વેશભુષા, ગણેશ અથર્વશીર્ષ પાઠ, ૧૦૮ દિવાની મહાઆરતી, હનુમાન ચાલીસા પાઠ, છપ્પનભોગ અન્નકોટ દર્શન

રાજકોટઃ ભૂદેવ સેવા સમીતી સતત ૧૬ માં વર્ષે ડો.યાજ્ઞીક રોડ, જાગનાથ પોલીસ ચોકી પાસે રાજકોટ કા મહારાજાનું આયોજન કરવામાં આવ્યું છે.
મહાઆરતી દરરોજ રાત્રીના ૮ વાગ્યે કરવામાં આવશે. જે સોશ્યલ મીડીયામાં પણ નિહાળી શકાશે.
ભુદેવ સેવા સમીતીના સ્થાપક તેજસ ત્રિવેદી જણાવે છે કે આજરોજ ભાદરવા સુદ ચોથના રોજ શનિવારે સાંજના ૪ વાગ્યે ઇક્કો ફ્રેન્ડલી રાજકોટ કા મહારાજા ગણપતિજીનું ઝાંખી શ્રધ્ધાળુઓને કરાવશે.
આજે શનિવારે સાંજના ૫ વાગ્યે ગણપતિજીની મૂર્તિની પ્રતિષ્ઠા સમયે પ્રખર શાષાી જયભાઈ ત્રિવેદી, ગોપાલભાઈ જાની, ભાગવતાચાર્ય દ્વારા શુભ મુહુર્તમાં વૈદિક મંત્રોચ્ચાર, પુજા, અર્ચના અને ગણપતિ બાપા મોરીયાના નાદ સાથે પધરામણી કરવામાં આવશે.
તા. ૮ રવિવારે સાંજે ૭ કલાકે સુશોભીત આરતી, તા. ૯ સોમવારે સાંજે ૭ કલાકે બાળકો માટે વેશભુષા, તા. ૧૦ મંગળવારે સાંજે ૭ કલાકે ગણેશ અર્થવશીર્ષ પાઠ, તા. ૧૧ બુધવારે સાંજે ૭ કલાકે ૧૦૮ દિવાની મહાઆરતી, તા. ૧૨ ગુરૂવારે સાંજે ૭ કલાકે દત્તબાવનીના પાઠ, તા. ૧૩ શુક્રવારે સાંજે ૭ કલાકે છપ્પનભોગ અન્નકોટ દર્શન, તા. ૧૪ શનિવારે સાંજે ૭ કલાકે હનુમાન ચાલીસાના પાઠ, તા. ૧૫ રવિવારે સાંજે ૪ કલાકે સત્યનારાયણ ભગવાનની કથા, તા. ૧૬ સોમવારે સાંજે ૭ કલાકે સર્વરોગ નિદાન કેમ્પ, તા. ૧૭ મંગળવારે બપોરના ૧૨.૪૫ કલાકે વિર્સજન યાત્રા) સાંજે ૭ કલાકે નિકળશે તેમ સંસ્થાના પ્રમુખ તેજસ ત્રિવેદીએ એક યાદીમાં જણાવાયું છે.
(3:03 PM IST)










