<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

કલોરીન લીકેજ અટકાવવા શુ કરશે? મનપા દ્વારા ટ્રેનિંગ યોજાઇ

રાજકોટઃ મહાનગરપાલિકાની ડ્રેનેજ શાખા દ્વારા માધાપર ૮૦ અને ૪૪.૫ MLD ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ ખાતેના સ્‍ટાફ માટે કલોરીન લીકેજને અટકાવવા માટેના ટ્રેનિંગ સેશનનં આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેશન દરમ્‍યાન સ્‍ટાફને કલોરીન લીકેજ સમયે SCBA સેટ(ઓકસીજનના બાટલા) પહેરવાની ટ્રેનિંગ આપવામા આવેલ હતી. એ સાથે કલોરીન લીકેજ રોકવાની વિવિધ પધ્‍ધતિઓની પણ ટ્રેનિંગ આપવામા આવેલ છે. જેમા બ્‍લાઈન્‍ડ કલેમ્‍પ લગાવો અને કલોરીન સેફટી કીટના ઉપયોગ અંગે ટ્રેનિંગ સેશન યોજેલ હતો. આ સંપુર્ણ ટ્રેનિંગ સેશન કેમીસ્‍ટ એચ. સી. નાગપરા, DEE કાસુન્‍દ્રાભાઇ અને એડી. સીટી ઈજેનર કે.પી.દેથરીયાના માર્ગદર્શન હેઠળ સફળતાપુર્વક યોજવામા આવેલ હતો.

(3:49 PM IST)