<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

શાસ્ત્રી મેદાનમાં એજયુકેશન કા રાજા ગણેશોત્‍સવ

બાલાજી એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ભજીયા મહાપ્રસાદ, સાંસ્‍કૃતિક કાર્યક્રમો

રાજકોટ : શ્રી બાલાજી એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા શાસ્ત્રી મેદાન ખાતે તા. ૭ થી ૧૭ સપ્‍ટેમ્‍બર દરમ્‍યાન ‘એજયુકેશન કા રાજા' ગણેશ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.

દરરોજ સાંજે ૭.૪પ કલાકે મહાઆરતી થશે. રવિવારથી રવિવાર ભજીયાનો મહાપ્રસાદ રાખેલ છે. દરરોજ સાંજે ૮.૩૦ વાગ્‍યાથી સાંસ્‍કૃતિક કાર્યક્રમો અને વિવિધ સ્‍પર્ધાઓ યોજાશે. ઇનામો પણ આપવામાં આવશે. જેમાં નામ નોંધણી મો. નં. ૯પ૧૦૭ ૭૦૩૭૭.

આયોજનને સફળ બનાવવા સંસ્‍થાના જીજ્ઞેશભાઇ ગોંડલીયા, રમેશભાઇ સરપદડીયા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, ઓમ ગોંડલીયા, યશ ગોંડલીયા, ઉપેન્‍દ્રભાઇ સરપદડીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:08 PM IST)