<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

શુભત્‍વથી શોભતા પુષ્‍કર પટેલ પ્રવેશ્‍યા સ્‍વર્ણીમ જયંતી વર્ષમાં

ભાવ, પ્રભાવ અને સ્‍વાભાવથી શ્રેષ્‍ઠ

રાજકોટ : કોર્પોરેશન સ્‍ટેન્‍ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન અને કોર્પોરેટર પુષ્‍કરભાઇ હરીભાઇ પટેલનો જન્‍મ તા. ૭ સપ્‍ટેમ્‍બર ૧૯૭પ ના દિવસે ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં થયો હતો. તેઓએ આજે યશસ્‍વી જીવનનાં પ૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. સૌના સાથ, સૌના વિકાસના માનતા પુષ્‍કરભાઇ વર્ષ ર૦૧૦ની એટલે કે ત્રણ ટર્મથી કોર્પોરેટર છે. તેઓ વોર્ડ નં. ૯માંથી બીજી વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. ભૂતકાળમાં સમાજ કલ્‍યાણ સમિતિ અને બાંધકામ સમિતિના ચેરમેન તરીકે રહી ચુકયા છે. જયારે બે ટર્મ સ્‍ટન્‍ડીંૅગ કમિટી ચેરમેન તરીકે શહેરીજનોની સુખાકારી માટે બ્રીજ, રમત-ગમત સ્‍ટેડીયમ સહિતની અનેક સુવિધા અપાવી છે.

૧૮ વર્ષથી ભાજપમાં સક્રિય રીતે કાર્યરત છે. પુષ્‍કરભાઇ પટેલ ઉદ્યોગ અને બાંધકામના વ્‍યવસાય સાથે સંકળાયેલ છે. કલબ યુવી, પટેલ સમાજ સેવા ટ્રસ્‍ટ તથા સમીર ડઢાણીયા મેમોરીયલ ટ્રસ્‍ટ સહિતના વિવિધ સંસ્‍થા સાથે જોડાયેલ છે. આગેવાનો, કોર્પોરેટરો, કાર્યકર્તા, મીત્રો, શુભેચ્‍છકો દ્વારા તેમના (મો. ૯૮૭૯૩ ૭૭૭૭૭) ઉપર ચોમેરથી શુભેચ્‍છાનો વરસાદનો વરસાદ વરસી રહ્યો છે.

(3:40 PM IST)