News of Tuesday, 10th September 2024
રિક્ષા અને બે બાઇકની ચોરીનો ભેદ ખુલ્યોઃ ગાંધીગ્રામ પોલીસે જીતુને પકડ્યો
મુળ જાડીયાનો હાલ રખડતો રહેતો શખ્સ રિક્ષા ચોરી વાંકાનેર-મોરબી ચોકડીઍ ફેરા કરી રોકડી કરતોઃ પછી રિક્ષા રેઢી મુકી બાઇક ચોરી લેતો! નવનિયુક્ત પીઆઇ કે. જે. કરપડા, પીઍસઆઇ ગોહિલ, મશરીભાઇ ભેટારીયાની ટીમની કામગીરીઃ મુકેશભાઇ, રોહિતદાન, પ્રદિપભાઇની બાતમીઃ જીતુ અગાઉ ૭ ગુનામાં સામેલ

રાજકોટ તા. ૧૦ઃ શહેરના ગાંધીગ્રામ પોલીસની ટીમે વાહનચોરને પકડી લીધો છે. મુળ જાડીયાનો વતની અને હાલ મોરબી જીલ્લામાં રખડતો રહેતો જીતેન્દ્ર ઉર્ફ જીતુ ગોવિંદભાઇ પરમાર (ઉ.વ.૨૪) ચોરાઉ રિક્ષા ફેરવતો હોવાની બાતમી મુકેશભાઇ સબાડ, રોહીતદાન ગઢવી, પ્રદિપભાઇ ડાંગરને મળતાં નવનિયુક્ત પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં જીતુને શીતલ પાર્ક સર્કલથી સંજયનગર જવાના રસ્તેથી પકડી લીધો હતો.
તેની પાસેની રિક્ષાના કાગળો માંગતા તેણે ગલ્લા તલ્લા કર્યા હતાં. આકરી પુછતાછમાં આ રિક્ષા ચોરાઉ હોવાનું કબુલતાં ૬૦ હજારની સીઍનજી રિક્ષા જીજે૦૩બીટી-૪૭૭૭ કબ્જે લીધી હતી. વધુ પુછતાછમાં બે બાઇક જીજે૦૪ડીઍફ-૩૭૧૯ અને જીજે૦૩બીજી-૨૭૯ પણ ચોરી કર્યાનું કબુલતાં તે પણ કબ્જે લેવાયા હતાં. જીતેન્દ્ર ઉર્ફ જીતુ ફેરવવા માટે અને ભાડા કરવા માટે રિક્ષા, બાઇક ચોરતો હતો. તે રિક્ષા ઉઠાવી લીધા બાદ વાંકાનેર-મોરબીના ફેરા કરી રોકડી કરતો હતો. બાદમાં રિક્ષા રેઢી મુકી બાઇક ચોરી લેતો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, ઍસીપી રાધીકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ કે. જે. કરપડા, પીઍસઆઇ ઍસ. ઍલ. ગોહિલ, હેડકોન્સ. મશરીભાઇ ભેટારીયા, રોહિતભાઇ કછોટ, કોન્સ. અમીનભાઇ ભલુર, રોહિતદાન ગઢવી, મુકેશભાઇ સબાડ, પ્રદિપભાઇ ડાંગર, રઘુવીરસિંહ જાડેજા, અશોકભાઇ હુંબલ, પ્રશાંતભાઇ ગજેરાઍ આ કામગીરી કરી હતી. ઝડપાયેલો જીતેન્દ્ર ઉર્ફ જીતુ આગઉ પ્ર.નગર, થોરાળા, જામનગર સીટી,ના ચોરીના સાત ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.
(2:52 PM IST)










