News of Tuesday, 10th September 2024
ફાયર ટીમ વધુ સબળી બનશે : ૬૯૬ કર્મીઓ ઉમેરાશે
અગ્નિકાંડ બાદ મહત્વનો નિર્ણય લેવાશે : હાલ ૧૦ જગ્યામાં વધારો કરીને ૧૫ પોસ્ટ કરાશે : ફાયર શાખાનું સ્ટાફ સેટઅપ રિવાઇઝ કરવા તેમજ ભરતીના નિયમોમાં ફેરફાર અંગે કાલે ફેંસલો

રાજકોટ તા. ૧૦ : શહેરમાં ટીઆરપી ગેમઝોન આગ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં ફાયર વિભાગને વધુ સુદ્રઢ બનાવવા નવી ભરતી કરવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મનપા દ્વારા આવતીકાલની સ્ટેન્ડીંગ કમિટિમાં ભરતી અંગે દરખાસ્ત મુકવામાં આવી છે. જેમાં હાલની ૧૦ પોસ્ટ વધારીને ૧૫ કરવાની સાથે ૨૨૫ને બદલે કુલ ૬૨૬ જગ્યાઓ ભરવામાં આવનાર છે.
મહાનગરપાલિકાની ફાયર ઍન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા શહેરને ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેમાં આગના બનાવો, દુર્ઘટનાગ્રસ્ત કાટમાળને દુર કરવા, કુદરતી આપત્તિઓ સમયની ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવી, માર્ગ અકસ્માતના બનાવોમાં રાહત અને બચાવની કામગીરી, ઍમ્બ્યુલન્સની સેવાઓ, ઔદ્યોગિક અકસ્માતમાં રાહત અને બચાવની કામગીરી વિગેરે કામગીરી ફાયર ઍન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા કરવામાં આવે છે.
રાજકોટ મહાનગરપાલિકાનો વિસ્તારમાં સમયાંતરે આજુબાજુનાં વિસ્તારો સમાવેશ રાજકોટ શહેરમાં થયેલ છે જેથી નવા વિસ્તારોમાં તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની થાય છે અને મહાનગરપાલિકાની કામગીરીમાં પણ ઉતરોત્તર વધારો થયેલ છે. ફાયર ઍન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખામાં ઉપરોકત વંચાણે ૧ અને ૨ ના ઠરાવથી ફાયર ઍન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાનું રિવાઇઝડ સ્ટાફ સેટઅપ મંજુર કરવામાં આવેલ છે.
જેમાં હાલના સ્ટાફ સેટઅપમાં ચીફ ફાયર ઓફિસર - ૧, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર-૧, ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ - ૧, સ્ટેશન ઓફિસર - ૧૬, લીડીંગ ફાયરમેન -૨૬, સિનીયર કલાર્ક - ૧, જુનિયર કલાર્ક - ૧૦, ફાયર ઓપરેટર (પુરૂષ) - ૧૬૮, ડ્રાઇવર - ૩૦, પટ્ટાવાળા - ૨ તથા કલીનર - ૧૨ મળીને કુલ ૨૬૮નો સ્ટાફ છે.
ઉકત વિગતે કોષ્ટક-૧ના હયાત સ્ટાફ સેટઅપને રિવાઇઝડ કરી કોષ્ટક-૨ મુજબ લાયકાતમાં સુધારો કરવા અને કોષ્ટક-૩ની વિગતે નવી જગ્યાઓ ઉપસ્થિત કરી ફાયર ઍન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખામાં ફાયર ઓપરેશનલ વિંગ અને ફાયર પ્રોવેન્શન વિંગ માટે જગ્યાઓની ફાળવણી કરવાની થાય છે.
ફાયર ઍન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાનું રિવાઇઝડ સ્ટાફ સેટઅપમાં ચીફ ફાયર ઓફિસર - ૧, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ૧ † ૧ (નવી ઉપસ્થિત = ૨), મેનેજર - ૨ (સા.વ.વિ.માંથી તબદિલ), ઓફિસર સુપ્રિટેન્ડેન્ટ-૧, ડીવીઝનલ ઓફિસર - ૪ (નવી ઉપસ્થિત), સ્ટેશન ઓફિસર ૧૬†૧૬ (નવી ઉપસ્થિત = ૩૨), સબ ઓફિસર (ફાયર) - ૭૦ (નવી ઉપસ્થિત), લીડીગ ફાયરમેન ૨૬†૪૪ (નવી ઉપસ્થિત = ૭૦), વર્ક આસીસ્ટન્ટ (સિવિલ) - ૧૦ (નવી ઉપસ્થિત), સિનીયર કલાર્ક - ૨†૩ (નવી ઉપસ્થિત = ૫), જુનિયર કલાર્ક ૧૨†૦૩ (નવી ઉપસ્થિત = ૧૫), ફાયર ઓપરેટર (પુરૂષ) ૧૬૮ †૨૭૨ (નવી ઉપસ્થિત = ૪૪૦), ડ્રાઇવર - ૩૦, પટ્ટાવાળા - ૦૨ તથા કલીનર - ૧૨ ઍકંદરે કુલ ૬૯૬ લોકોનો સ્ટાફ બનશે.
(4:25 PM IST)










