<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

પ્રધ્‍યુમન પાર્ક ઝુ તથા લાયન સફારી પાર્કમાં ૧.૪પ કરોડના ખર્ચે ટુ-વે ગેઇટ બનાવાશેઃ દરખાસ્‍ત

લાયન સફારી પાર્કમાં ઇન્‍સપેકશન પાથ બનાવવા ૯૧ લાખના ખર્ચ માટે સ્‍ટેન્‍ડીંગમાં મંજુરી મંગાશે

રાજકોટ તા. ૧૦: મહાનગરપાલિકાના પ્રધ્‍યુમન પાર્ક ઝુ ખાતે લાયન સફારી પાર્કમાં બે અલગ અલગ જગ્‍યાએ ટુ વે ગેઇટ બનાવવા તથા અંદર પાથ બનાવવા ઇન્‍સ­પેકશન ટેન્‍ડર અંગે સ્‍ટન્‍ડીંગમાં દરખાસ્‍ત મૂકવામાં આવી છે.

રાજકોટ પ્રધ્‍યુમન પાર્ક ખાતે સેન્‍ટ્રલ ઝૂ ઓથોરીટી નવી દિલ્‍હી દ્વારા લાયન સફારી પાર્કની મંજૂરી આપવામાં આવેલ હોય જે અન્‍વયે લાયન સફારી પાર્કમાં સેન્‍ટ્રલ ઝૂ ઓથોરીટી નવી દિલ્‍હી દ્વારા મંજુર થયેલ ડીઝાઇન મુજબ ટુ વે ગેઇટ બનાવવાના થાય છે. જેથી લાયન સફારી પાર્કમાં બે અલગ અલગ જગ્‍યાએ ટુ વે ગેઇટ બનાવવાના કામે જીએસટી. સહિત રૂા. ૧.ર૯ કરોડ.

આ કામનું એસ્‍ટીમેટ જીએસટી સિવાય રૂ. ૧.૦૯ કરોડ હોય, બિડર શ્રી મહારાણા ડેવલપર્સ રાજકોટના ૧૩.૦પ% વધુ ભાવ આવતાં એકંદરે રૂા. ૧.ર૩ કરોડ તથા પ્રવર્તમાન ૧૮.૦૦% જી.એસ.ટી. મુજબ રૂ. રર.ર૩ લાખ મળી કુલ રૂ. ૧.૪પ કરોડ

ઉપરાંત લાયન સફારી પાર્કની અંદર  ઇન્‍સ્‍પેકશન પાથ કરવાના કામે જીએસટી સહિત રૂા. ૧.ર૮ કરોડ નું એસ્‍ટીમેન્‍ટ મંજુર કરવામાં આવેલ છે.

આ કામનું એસ્‍ટીમેટ જીએસટી કુલ રૂા. ૯૧.૩૪ લાખ નું ખર્ચ થશે.

(3:59 PM IST)