<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

૩ કરોડની ઠગાઇમાં ફરાર એવા ભેજાબાજ સ્‍વામીની મંડળીના બે ને ગોવાથી ઉઠાવી લેવાયા

અરવલ્લીના લીંમ ગામે પ૦૦ વિઘા જમીન એકઠી કરી આપવાના આંબા-આંબલી બતાવી કેટલાક ખેડુતો પાસેથી સાટાખત કરાવી લેનાર ભુપેન્‍દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણ પાસેથી ઠગ સ્‍વામીઓનું પગેરૂ મેળવવા પ્રયાસ

રાજકોટ, તા., ૧૦: અરવલ્લી જીલ્લાના લીંમ ગામે ગૌશાળા અને ભવ્‍ય મંદીર બનાવવાના નામે ૩ કરોડથી વધુ રકમની ઠગાઇ કરનાર સ્‍વામિનારાયણ સંપ્રદાયના ભેજાબાજ સ્‍વામી સામે રાજકોટમાં નોંધાયેલી ફરીયાદ સંદર્ભે ગઇકાલે સુરતના લાલજી ઢોલાની ધરપકડ કરાયા બાદ ગોવાથી ટોળકીના વધુ બે સભ્‍યો ભુપેન્‍દ્ર પટેલ (રહે પીપલજ-ગાંધીનગર) અને વિજયસિંહ ચૌહાણ રહે. લીંમ, જીલ્લો અરવલ્લીને ઇકોનોમીક ઓફેન્‍સ વીંગના પીઆઇ જે.એમ.કૈલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સી.બી.જાડેજા અને એએસઆઇ આર.કે.જાડેજાએ ઝડપી લઇ ટ્રાન્‍સફર વોરન્‍ટથી રાજકોટ લાવી પુછપરછ હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલા વિજયસિંહ આલુસિંહ ચૌહાણ અને ભુપેન્‍દ્ર સનાભાઇ પટેલએ છેંતરપીંડીનો ભોગ બનેલા ફરીયાદીને અરવલ્લીના લીંમ ગામમાં પ૧૦ વિઘા જેટલી જમીન ભેગી કરી દેવા માટે ખેડુતો પાસેથી  સાટાખત પોતાના નામે કરાવી તેના આધારે  ફરીયાદીને જમીન વેચાણ કર્યુ હતું. પુર્વ યોજીત રીતે માત્રને માત્ર છેતરપીંડીના આશયથી સઘળું કૌભાંડ રચવામાં આવ્‍યુ઼ હતું.

આ બનાવમાં પોલીસે મવડી મેઇન રોડ પર નવલનગર-૩માં મહાકાળી ભુવન ખાતે રહેતાં અને ભક્‍તિનગર સર્કલ પાસે મેઘાણી રંગ ભવનમાં પહેલા માળે ૧૦૧ નંબરની ઓફિસમાં ભાગીદાર જય મોલીયા સાથે બેસી જમીન મકાન લે-વેંચનો વ્‍યવસાય કરતાં જસ્‍મીનભાઇ બાલાશંકરભાઇ માઢક (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી વિજયપ્રકાશ સ્‍વામી ઉર્ફ વીપી સ્‍વામી (શ્રીધામ ગુરૂકુળ ઝાલણસર તા. ધોરાજી), જયકૃષ્‍ણ સ્‍વામી ઉર્ફ જેકે સ્‍વામી (સ્‍વામિનારાયણ મંદિર તળેટી રોડ, જુનાગઢ), માધવપ્રિય સ્‍વામી ઉર્ફ એમપી સ્‍વામી (રૂષીકુળ ગોૈધામ પાનોલી અંકલેશ્વર જી. ભરૂચ), દેવપ્રકાશ સ્‍વામી ઉર્ફ દેવપ્રીય સ્‍વામી (સિધ્‍ધેશ્વર ગોૈશાળા આણંદ), લાલજી બાવભાઇ ઢોલા (રહે. મણીભદ્ર કોમ્‍પલેક્ષ ગોળાધરા પર્વત પાટીયા સુરત), સુરેશભાઇ ઘોરી (પરમેશ્વર પાર્ક શ્‍યામધામ ચોક, પુણાગામ ચોરાસી બોમ્‍બે માર્કેટ સુરત), ભુપેન્‍દ્ર શનાભાઇ પટેલ (રહે. પીંપળજ તા. દહેગામ ગાંધીનગર) અને વિજયસિંહ આલુસિંહ ચોૈહાણ (રહે. લીંમ તા. બાયડ જી. અરવલ્લી) વિરૂધ્‍ધ આઇપીસી ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦-બી મુજબ કાવત્રુ ઘડી ઠગાઇ કરવાનો ગુનો નોંધ્‍યો હતો અને તપાસ શરૂ કરી હતી.

ઇઓડબલ્‍યુએ ભેજાબાજ એમપી સ્‍વામી અને વિજયપ્રકાશ સ્‍વામી સહિતના સ્‍વામીઓની શોધખોળ માટે ઝાલણસર નજીકની સ્‍વામિનારાયણ સંસ્‍થા, સાસણ નજીક આવેલા વર્ણી આશ્રમ અને ગૌશાળા, અંકલેશ્વર પાસે આવેલા ઋષિપુર ગૌશાળા અને આશ્રમ ઉપરાંત આણંદ નજીક સિધ્‍ધેશ્વર ગૌશાળા-આશ્રમમાં પગેરૂ દબાવ્‍યું હતું પરંતુ સ્‍વામી ઉડન છૂ થઇ ગયા છે. બધી ગૌશાળાઓમાં ગીરગાયો અને કરોડોની કિંમતના ઉત્તમ બ્રીડના ઘોડાઓનું સ્‍વામી દ્વારા લાલન પાલન કરવામાં આવતું હતું.

ગોવાથી ઝડપાયેલા ભુપેન્‍દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણને આજે બપોર બાદ કોર્ટમાં રિમાન્‍ડ માંગણી સાથે રજુ કરવામાં આવશે.

(4:04 PM IST)