<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

બાબરાના ઘુઘરાળાના મોહનભાઇનું રાજકોટમાં હૃદય બેસી જવાથી મૃત્યુ

બાલાજી હોલ પાછળ ભત્રીજાના ઘરે આટો મારવા આવ્યા અને બેભાન થઇ ગયાઃ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૨: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્યુ થયુ છે. બાબરાના ઘુઘરાળા ગામે રહેતાં મોહનભાઇ ગાંડાલાલ જોગેલ (ઉ.વ.૫૫) રાજકોટ બાલાજી હોલ પાછળ કવાર્ટરમાં રહેતાં ભત્રીજા રણજીતભાઇ કેશુભાઇ જોગેલને ત્યાં આટો દેવા આવ્યો હોઇ સાંજે ત્યાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન રાત્રીના દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, ભાવેશભાઇ, કાનાભાઇએ તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃતક સેન્ટીંગ કામની મજૂરી કરતાં હતાં. તેમના લગ્ન થયા નહોતાં. તેઓ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં.

(12:04 PM IST)