News of Thursday, 12th September 2024
ડાયલોગ એવા કે હસવું આવે, પરિસ્થિતિ એવી કે ચૂપ થઇ જવાય, તથ્યો એવા કે રડવું આવે અને છેલ્લે અંજામ એવા કે સ્તબ્ધ થઇ જવાય
આજે રાત્રે ૯.૩૦ વાગ્યાથી નાટક 'ધ વેઇટીંગ રૂમ્સ'

રાજકોટઃ વિદેહી એન્ટરટેઇન્મેન્ટ અને લિટ્ટલ એંજલ ડાયપર ્રઆયોજિત, ધીરજ પાળશેતકર દિગ્દર્શિત અને યાગ દવે લિખિત મૌલિક ગુજરાતી નાટક - વેઇટિંગ રૂમ નાટકને અદભુત પતિસાદ મળી રહ્યો છે.
વિદેહી એન્ટરટેઇન્મેન્ટ નો એક ચોક્કસ ચાહક વર્ગ ઉભો થયો છે જેઓ તેમના દ્વારા આયોજિત નાટકો ક્યારેય ચુકતા નથી. અલગ - અલગ લગભગ ૨૨ ગામોમાંથી પ્રેક્ષકો નાટકો જોવા આવે છે. આદિત્ય ગઢવી અભિનીત વીજળી મ્યુઝિકલ નાટક હોય , પ્રતીક ગાંધી નું સોલો પર્ફોર્મન્સ એવું મોહનનો મસાલો હોય, ક્રાઇમ પેટ્રોલ ફેમ અનુપ સોની અભિનીત બાલીગંજ હોય, શ્રી ધ્રુવ ભટ્ટની નવલકથા આધારિત અકૂપાર હોય કે સમુદ્ર મંથન જેવા સત્ય ઘટનાઓ આધારિત કે જાવેદા જેવા બોલ્ડ વિષય પરના નાટક હોય, વિદેહી એન્ટરટેઇન્મેન્ટ કૈક નવું અને સાહસપૂર્ણ એટલા માટે લાવે છે કારણકે રાજકોટની કલાપ્રિય જનતાને ખરેખર સારું સાહિત્ય માણવા મળે. સમુદ્ર મંથનમાં આખું જહાજ ઉભું કરેલું તો આજ જાને કી ઝિદ ના કરોમાં ટ્રેન ઉભી કરેલી. અદભુત સેટ , સ્તબ્ધ કરી દેતા વળાંકો અને સુંદર રીતે વર્ણવાયેલી વાર્તાઓ વિદેહીના નાટકોની અન્યો થી જુદા તારી લાવે છે. તો આ વખતે ધ વેઇટિંગ રૂમ્સના ૪૫૦ થી વધારે શો થયેલ છે તેવું નાટક આપણી સમક્ષ લઈને આવી રહ્યા છીએ ! આ મૌલિક ગુજરાતી નાટકમાં એ બધું જ છે જે પ્રેક્ષકને ફરી ફરી વાર જોવા મજબૂર કરે!
વિદેહી એન્ટરટેઇન્મેન્ટ ના દરેક નાટકો અને ગુજરાતી–ઉર્દુ મુશાયરાઓ રાજકોટવાસીઓ એ દિલથી આવકાર્યા છે. માટે આ વખતે પણ રાજકોટ એ ટિકિટ માટે એક અઠવાડિયામાં જ એડવાન્સ ટિકિટો બૂક કરાવી લીધી છે. દ્વારકા, પોરબંદર, માંગરોળ, સાસણ,ગીર, ઉના, ધારી, જામનગર, મોરબી, જસદણ, ભાવનગર, ધોરાજી, અમરેલીથી તો ઠીક કેટલાંક પ્રેક્ષકો તો સ્પેશ્યલ ભુજથી નાટક જોવા આવી રહ્યા છે! - જે દેખાડે છે કે આ નાટક માટે લોકોની ઇંતેજારી કેટલી પ્રબળ છે. વળી નાટકની એડવાન્સ ટિકિટ બૂકિંગમાં સૌથી પહેલી હરોળમાં તો ડોકટર્સ, વકીલો, સીએ, ફોટોગ્રાફર્સ, ઉદ્યોગપતિઓ અને કારખાનેદારો જેવા પ્રોફેશનલ લોકોનો સમાવેશ થાય છે. તો રાજકોટ તમે કોની રાહ જોવો છો?!
ભામિની ગાંધી અભિનીત આ નાટક ચાર સ્ત્રી પાત્રો ધરાવે છે . દરેક પાત્ર પોતાની એક અલગ વાર્તા લઇને આવે છે અને એ દરેક વાર્તામાં અલગ અલગ રંગો છે. જીવનના એવા કિનારે આ ચારેય સ્ત્રીઓ ઉભી છે જ્યાંથી અનેક ત્રીભેટાઓ નીકળે છે. નાટક તમને જેટલું હસાવશે, એટલું જ સ્તબ્ધ પણ કરી દેશે અને અંતે જે સસ્પેન્સ ખુલશે એ વળી તમને મુગ્ધ કરી દેશે.
૪ સ્ત્રીઓની અલગ વાર્તા અલગ રંગોને એકદમ રિલેટેબલ , લાફ્ટર અને સસ્પેન્સથી ભરપૂર છે. અંતમાં આ ચારેય વાર્તાઓ કેવી રીતે ગૂંથાય છે તે જોઈને અચૂક શબ્દહીન થઇ જવાશે. કારણ કે એક સ્ત્રીની શકિતઓ આ નાટકમાં જેવી દેખાડી છે તેવું નિરૂપણ તમે ભાગ્યે જ ક્યાંક જોયું હશે.
જીવનનાં અલગ અલગ વળાંકે સ્ત્રીઓ, દરેક પરિસ્થિતિને પહોંચવી વળવા કેવી છુપી શકિત ધરાવે છે અને જિંદગી છતાં પણ કેવી ક્રૂર છે એની મનોરંજક રાઈડ હસતાં , હસાવતાં ભામિની ગાંધી અને તેમની સાથેના સ્ત્રી પાત્રો તમને દેખાડશે . મિત્રો રાજકોટમાં આવતા આવા સુપરહિટ અદભુત નાટકો ચૂકવા જેવા નથી . ૪૫૦ થી પણ વધારે શો કરી ચૂકેલું ધ વેઇટિંગ રૂમ્સ આવું જ એક હટકે નાટક છે. ટિકિટો ઓછી બાકી રહી હોઈ, ઝડપથી બુક કરાવજો.
વેઇટિંગરૂમ્સ કોમર્શીયલી સફળ નાટક રહ્યું છે અને માટે જ તેના ૪૫૦ થી પણ વધારે શો થઇ ચુક્યા છે. નીતા મુકેશ અંબાણી થિયેટર જેવા માનવંતા થિયેટર દ્વારા પણ આ નાટકને હાલમાં જ શો માટે આમંત્રિત કરવામાં આવ્યું હતું. તો આવું સુંદર નાટક ચુકતા નહિ રાજકોટના કલાપ્રેમીઓ.
નાટકનો એક માત્ર પ્રયોગ આજે રાત્રે -તા. ૧૨ સપ્ટેમ્બર, ગુરુવાર , રાત્રે ૯.૩૦ ક. હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે થશે. ટિકિટ બુકીંગ- હેમુ ગઢવી હોલ પરથી સવારે ૧૦ વાગ્યા થી. કોલ અથવા વોટ્સએપ ૯૦૨૩૨૮૨૪૦૭ અથવા બુક માઇ શો એપ.
વિદેહી એન્ટરટેઇન્મેન્ટ અને લિટલ એંજલ ડાયપર આયોજિત ધ વેઇટિંગ રૂમ્સ નાટકના આધારસ્તંભોમાં સૌ પ્રથમ નામ હંમેશ મુજબ પથદર્શક એવા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને દીવાદાંડી સમાન શ્રી નિમિષભાઇ ગણાત્રાનું તથા સમગ્ર અકિલા પરિવારનું છે. સાથે નીલમ ચા , Who Am I (A life school for students), પ્રભુ સ્નોહ બાય પ્રભુ ગ્રુપ, આટોમાઇઝ મસાલા, ટ્રાવેલ પાર્ટનર hobbo cabs અને hospitality partner ફિનિકસ રિસોર્ટ છે.
(12:23 PM IST)










