News of Thursday, 12th September 2024
રાજકોટના બે વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેરઃ કલેકટરનું જાહેરનામું: કોર્પોરેશનના અધીકારીની ખાસ નિમણુંક

રાજકોટ કલેકટરશ્રી પ્રભવ જોષીએ ગઇકાલે સાંજે બે જાહેરનામા બહાર પાડી શહેરના બે વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે. જેમાં લાલપરી-ગ્રીનલેન્ડ ચોકડી પાસેનો વિસ્તાર તથા સોહમનગર રેલ્વે ક્રોસિંગ પાસે-મોરબી રોડ વિસ્તારનો સમાવેશ થાય છે. આ બંને વિસ્તારનો આજુબાજુનો ર કિ.મી.નો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છેઃ કોલેરા નિયંત્રણ અધીકારી તરીકે કોર્પોરેશનના અધિકારીની ખાસ નિમણુંક કરાઇ છેઃ જાહેરનામું ૯ નવેમ્બર સુધી અમલમાં રહેશે તેમ આદેશો કરાયા છે.
(2:36 PM IST)










