<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

મોઢ મહોદયની કારોબારી કમીટીમાં રાજકોટના ધર્મેશભાઇ શેઠ અને સંજયભાઇ મણીયારને સ્‍થાન

 

રાજકોટ તા. ૧૨ : મોઢ વણિક જ્ઞાતિના ૧૦૪ વર્ષ જુના મુખપત્ર મોઢ મહોદયની ભાવનગર મુકામે નવી કારોબારી નિમવામાં આવી હતી. જેમાં રાજકોટમાંથી મોઢ વણિક જ્ઞાતિના આગેવાનો અને મોઢ વણિક સમાજના પ્રમુખ ધર્મેશભાઇ શેઠ (મો.૯૮૨૪૨ ૧૬૧૫૫) તથા ટ્રસ્‍ટી સંજયભાઇ મણીયાર (મો.૯૩૭૪૧ ૦૧૧૨)ની કમીટી મેમ્‍બર તરીકે નિયુક્‍તિ કરવામાં આવી હતી. જે બદલ મોઢ વણિક સમાજ રાજકોટ દ્વારા આવકારી શુભેચ્‍છા પાઠવવામાં આવી હતી.

(2:58 PM IST)