News of Thursday, 12th September 2024
જયમીન ઠાકરનું વરસ, વિત્યુ સરસ : વિકાસને વેગ, જનસુખાકારીનો સરવાળો
મનપાના સ્ટેન્ડીંગ ચેરમેનના કાર્યકાળના પ્રથમ વર્ષમાં ૧૨૮૮ કરોડના કામોને મંજુરી : પહેલીવાર નવી લોકભોગ્ય સુવિધાઓ ઉમેરાઇ : વર્ષ દરમિયાન ૨૧ સ્ટેન્ડીંગ કમિટિની મીટીંગ મળી : વિવિધ ૬૮૯ ઠરાવો થયા : દૈનિક સરેરાશ ૩.૫૩ કરોડના કામોને લીલીઝંડી અપાઇ : સીનીયર સીટીઝનો - દિવ્યાંગો માટે સીટી બસ - બીઆરટીએસ બસ તથા લાયબ્રેરીમાં નિઃશુલ્ક સુવિધા અપાઇ : વિકાસ કામોને વેગ આપવા કોર્પોરેટરોની ગ્રાન્ટમાં પ્રતિ વર્ષ ૨૦ લાખનો વધારો તથા સૌપ્રથમ વખત ડે.મ્યુ. કમિશનરને ૧૫ લાખની ગ્રાન્ટ ફાળવવાની પ્રથા શરૂ

રાજકોટ તા. ૧૨ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર તેમજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની રાજય સરકારના અવિરત સહયોગ અને માર્ગદર્શન સાથે રાજકોટ શહેરનો ખુબ જ ઝડપી અને સર્વાંગી વિકાસ થઇ રહયો છે. શ્રી જયમીનભાઇ ઠાકરનોᅠ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે તા.૧૨ સ્ટેન્ડીંગ ૨૦૨૩ થી શરૂ થયેલ એક વર્ષનો કાર્યકાળ યશસ્વી રીતે પૂર્ણ થયેલ છે, જેમાં એક વર્ષમાં અભૂતપૂર્વᅠરૂા. ૧૨૮૮ કરોડના વિકાસ કામો સહિત પ્રાથમિક સુવિધાના કામો મંજુર કરવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર એ જણાવ્યું છે કે... ગત એક વર્ષ દરમ્યાન રાજકોટના શહેરીજનોના વિશાળ હિતમાં જયમીન ઠાકરની અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ખૂબજ મહત્વના નિર્ણયો કરવામાં આવેલ છે, અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવેલ છે તેમજ અનેકવિધ લોકોપયોગી યોજનાઓ અમલી બનાવવામાં આવેલ છે.
સ્ટે. કમિટી દ્વારા બજેટમાં મંજૂર થયેલ સૌથી મહત્વની યોજનાઓ પૈકીની કોર્પોરેટરશ્રીઓને પોતાના વોર્ડમાં ફાળવવામાં આવતી વિકાસ કામો માટેની વાર્ષિક ગ્રાન્ટᅠરૂા. ૧૫ લાખ માંᅠરૂા. ૫ લાખનો વધારો કરી, ચાલુ બજેટથી આ ગ્રાન્ટᅠરૂા. ૨૦ લાખ પ્રતિ કોર્પોરેટર દીઠ ફાળવવામાં આવેલ છે. તેમજ મેયરશ્રીને વિકાસ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમᅠરૂા. ૬ લાખથી વધારીᅠરૂા. ૮ લાખ, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટે કમિટી ચેરમેનશ્રીને વિકાસ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમᅠરૂા. ૪,૫૦,૦૦૦ થી વધારીᅠરૂા. ૬ લાખ ફાળવવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરના ત્રણેય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પોત પોતાના કાર્યક્ષેત્રના ઝોનમાં વિકાસ કામો માટે સૌપ્રથમ વખતᅠરૂા.૧૫ લાખની ગ્રાન્ટ ફાળવવાની પ્રથા પણ શરૂ કરવામાં આવેલ છે.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કુલ ૧૫૧ સ્માર્ટ સોસાયટીઓને સફાઇ અંગેની ગ્રાન્ટ ફાળવવામાં વધારો થતાં હવે પ્રતિ ચો.મી. રૂા. ૩ લેખે કુલ મળી રૂા. ૨૫,૨૦,૮૩૪ સફાઇ ગ્રાન્ટ ચૂકવામાં આવશે, જેના માટે મહાનગરપાલિકાને કુલ રૂા. ૩,૦૨,૫૦,૦૦૮નું વાર્ષિક ખર્ચ થશે.
છેલ્લા એક વર્ષ દરમ્યાન ચેરમેનશ્રી જયમીન ઠાકરની અધ્યક્ષતામાં રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અંદાજેᅠરૂા. ૧૨૮૮ᅠકરોડના જુદા જુદા વિકાસલક્ષી કામો તથા લોકોની પ્રાથમિક સુવિધાના કામો મંજુર કરવામાં આવેલ છે, જેમાંᅠરૂા. ૩૨૮.૭૩ કરોડના ખર્ચે વોટરવર્ક્સ વિભાગ હસ્તકના જુદા જુદા પમ્પિંગ સ્ટેશનોની મશિનરીના ઓગમેન્ટેશન તથા કોમ્પ્રિહેન્સિવ મેઇનટેનન્સ તેમજ રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાઇપલાઇન બદલવાના કામો,ᅠરૂા. ૨૦૭.૯૯ કરોડના ડી.આઇ. પાઇપલાઇનના કામો,ᅠરૂા. ૧૮૮.૫૧ કરોડના રસ્તાકામ અનેᅠરૂા. ૧૮૫.૯૮ કરોડના ખર્ચે ડ્રેનેજ કામ સહિતના કામો કરવામાં આવેલ છે.
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અન્ય મહત્વના કામોમાંᅠરૂા. ૮૯.૨૦ લાખના અર્બન ફોરેસ્ટ,ᅠરૂા. ૮૮.૪૬ લાખના ખર્ચે કોમ્પ્યુટર ખરીદી,ᅠરૂા. ૬૮.૬૭ લાખના ખર્ચે નવી વોર્ડ ઓફિસ બનાવવાના કામ,ᅠરૂા. ૪૯.૯૮ લાખના ખર્ચે કેમીકલ ટ્રાન્સ્પોર્ટેશન,ᅠરૂા. ૩૮.૯૬ લાખના ખર્ચે જુદી-જુદી મશિનરી ખરીદી,ᅠરૂા. ૩૩.૯૨ લાખના ખર્ચે મોર્ડનાઇઝ ટોઇલેટ,ᅠરૂા. ૩૦.૫૭ લાખના ખર્ચે નવી આંગણવાડીના મકાનો, બાયો મેડીકલ વેસ્ટ નિકાલ માટેᅠરૂા. ૨૨.૪૨ લાખ, પી.એમ.સ્વનિધિ યોજના માટેᅠરૂા. ૯૦ હજાર સહિતના જુદા જુદા કામો મંજુર કરવામાં આવેલ છે.
એક વર્ષનાᅠકાર્યકાળ દરમ્યાન સ્ટેન્ડિંગ કમિટીની કુલ ૨૧ મીટીંગો મળેલ, જે અંતર્ગત કુલ ૬૮૯ ઠરાવો થયેલ છે. જેમાં કુલ મળી અંદાજિતᅠરૂા. ૧૨૮૮ કરોડ મુજબ દૈનિક સરેરાશᅠરૂા. ૩.૫૦ કરોડથી વધુના વિકાસ કામો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટમાં મંજુર કરાયેલ વિકાસ કામોની પ્રગતિ બાબતે વખતોવખત સમીક્ષા કરી સમયબધ્ધ અમલીકરણ થશે. છેલ્લા એક વર્ષના કાર્યકાળ દરમ્યાનᅠરૂા. ૨૪.૦૬ કરોડની આવક પણ ઉભી કરેલ છે.
રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું મુખ્ય કેન્દ્ર છે અને રાજકોટના વિકાસની સાર્વત્રિક અસરો સૌરાષ્ટ્રભરમાં અનુભવાતી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા ઉપર સ્માર્ટ સિટી રાજકોટના ઝડપી અને સાતત્યપૂર્ણ વિકાસની પ્રક્રિયાને જાળવી રાખવાની ખુબ મોટી જવાબદારી રહેલી છે. સ્ટેન્ડિંગ કમિટી મહાનગરપાલિકાના નીતિવિષયક નિર્ણયોથી માંડીને અનેક લોકભોગ્ય મહત્વપૂર્ણ નિર્ણયો લઇ શહેરના સર્વાંગી વિકાસ માટેની પોતાની ભૂમિકા અદા કરે છે.
અંતમા, જયમીનભાઇ ઠાકર જણાવે છે કે... ભારતના નરેન્દ્રભાઇ મોદી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગૃહમંત્રી અમિતભાઇ શાહ, ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રિય મંત્રી તથા ગુજરાત રાજયના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, સાંસદ પરસોત્તમભાઇ રૂપાલા, સાંસદ રામભાઇ મોકરીયા, ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ગુજરાત મંત્રી અને રાજકોટના ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, ધારાસભ્યો ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ તથા રમેશભાઇ ટીલાળા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, પુર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, પુર્વ ધારાસભ્ય રમેશભાઇ રૂપાપરા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઇ રાડીયા, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રીઓ અશ્વિનભાઇ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા તથા ડો. માધવભાઇ દવે, સ્ટેન્ડિંગ કમિટીના તમામ સદસ્ય, તમામ ખાસ સમિતિના ચેરમેન, તમામ કોર્પોરેટર, ભારતીય જનતા પક્ષના હોદ્દેદારો તથા સંગઠનના સભ્યો, શહેરની સામાજિક સેવા સંસ્થાઓ, વ્યાપારી એસોસિએશન્સ, મહાનગરપાલિકાના તમામ અધિકારી-કર્મચારીઓ, તમામ મિડીયાના પ્રતિનિધિઓ, શહેરના વિકાસમાં ખભેખભો મિલાવી, મહાનગરપાલિકા તંત્રની હરહંમેશ સાથે રહેલ શહેરીજનોનો આભાર વ્યક્ત કર્યો છે. (૨૧.૨૦)
વર્ષ એક, મંજુરી અનેક
* મહાનગરપાલિકાના ઇતિહાસનો ‘સુવર્ણ કાળ' : જયમીન ઠાકરની અધ્યક્ષતામાં પ્રથમ એક વર્ષમાં દરમ્યાન યોજાયેલ કુલ ૨૧ સ્ટેન્ડિંગ કમિટીની મીંટીંગ દૈનિક સરેરાશ રૂા. ૩.૫૩ કરોડના કામોને લીલી ઝંડી...
* ચેરમેનશ્રી સહિતના પદાધિકારીઓની મુખ્યમંત્રીશ્રીને સફળ રજૂઆત : રાજકોટ શહેરને આંતરમાળખાકીય સુવિધાઓ તથા શહેરી સડક યોજના અંતર્ગત અત્યાર સુધીની સૌથી વધુ ગ્રાન્ટની ફાળવણી : રૂા. ૧૪૮.૩૬ કરોડની ઐતિહાસિક રકમની ફાળવણી...
* પારદર્શક વહીવટના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત કચેરીની બહાર ‘રામવન' તથા ‘અટલ સરોવર' જેવા જાહેર સ્થળોએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકોનું સફળ આયોજન...
* મહાનગરપાલિકાની સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ થયાના અવસરે શહેરના ત્રણેય ઝોનમાં એકસાથે અલગ-અલગ કુલ ૫૦ વિકાસ કામોના લોકાર્પણ...
* ત્રણેય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પોત પોતાના કાર્યક્ષેત્રના ઝોનમાં વિકાસ કામો માટે સૌપ્રથમ વખતᅠરૂા. ૧૫,૦૦,૦૦૦ની ગ્રાન્ટ ફાળવવાની પ્રથા શરૂ...
* વિકાસકામોને વેગ આપવા કોર્પોરેટરોને પ્રતિવર્ષ ફાળવવામાં આવતી રૂા. ૧પ લાખની ગ્રાન્ટમાં વધારો કરી હવેથી પ્રતિવર્ષ ઈં ૨૦ લાખ ફાળવણી...
* રૂા. ૪.૧૭ કરોડના ખર્ચે અરવિંદભાઇ મણીયાર હોલના નવિનીકરણનું કામ શરૂ...
* રૂા. ૪.૭૩ કરોડના ખર્ચે વધુ ચાર નવા આધુનિક આરોગ્ય કેન્દ્રો...
* શહેરની ૧૫૧ સ્માર્ટ સોસાયટીઓને બમણી સફાઇલક્ષી ગ્રાન્ટની ફાળવણી...
* ૫૩૨ સફાઇ કામદારોની ભરતી અંગેનો ઐતિહાસિક નિર્ણય...
* વરિષ્ઠ નાગરીકો તથા દિવ્યાંગો માટે ‘સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં ફ્રી મુસાફરી', રાજય સરકારના નિયમો પણ હળવા કરી વધુ છૂટછાટ...
* વરિષ્ઠ નાગરીકો તથા દિવ્યાંગો માટે ‘મહાનગરપાલિકાની લાયબ્રેરીમાં ફ્રી સભ્યપદ' થકી હેપ્પીનેસ ઇન્ડેક્ષમાં સતત ᅠવધારો ...
* કાલાવડ રોડ મલ્ટીલેવલ ફલાયઓવર બ્રીજનું ‘શ્રી રામ બ્રીજ'નામકરણ...
(3:01 PM IST)










