News of Thursday, 12th September 2024
મોટા મવા ટી.પી. સ્કીમમાં મનપાને ૮૭૩૯૮ ચો.મી.ના પ્લોટ મળશે : દરખાસ્ત
મનપાના જનરલ બોર્ડમાં નામકરણ સહિતની ૨૨ દરખાસ્તો નગર રચના યોજના નં. ૨૪ (મોટામવા - રાજકોટ)માં સત્તા મંડળને ફાળવવામાં આવેલ જાહેર હેતુના અંતિમ ખંડો તથા ટી.પી. રસ્તાની ટીપી સ્કીમ ફાઇનલ પહેલા સરકારે પરામર્શ માટે એટલે કે સુધારા માટે પરત મોકલી

રાજકોટ તા. ૧૨ : આગામી ૨૦મીએ મળનાર જનરલ બોર્ડમાં ગોકુલપરામાં કોમ્યુનિટી ટોયલેટ દુર કરવા, પૂર્વ ટાઉન પ્લાનર એમ.ડી.સાગઠીયા અને ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર સામે ફોજદારી કામ ચલાવવા, પાર્ટટાઇમ રોજમદાર સફાઇ કામદારોની ભરતીના નિયમોમાં સુધારો કરવા, મોટા મવામાં જાહેર હેતુના ખંડો અને ટી.પી. રસ્તાની દરખાસ્તો છે. પરામર્શ કરવા તથા પુનિતનગર અને વોર્ડ નં. ૬માં સીતારામ-૦૨ના મુખ્ય રોડનું નામકરણ સહિતની ૨૨ દરખાસ્તો અંગે નિર્ણય થશે.
આગામી સામાન્ય સભામાં શહેરના વોર્ડ નં.૦૩માં બેડીનાકા આજી નદી કાંઠે આવેલ આશ્રય સ્થાનનું ડિમોલીશન કરવા, કરારીય સમયગાળા દરમિયાન અવસાન પામનાર વર્ગ-૩ તેમજ વર્ગ-૪ના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા, રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ મીડિયા ક્લબના સંયુક્ત ઉપક્રમે યોજાનાર મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટ, શહેરના વોર્ડ નં.૧૫માં ગોકુલપરા શેરી નં.૩ના છેડે આવેલ કોમ્યુનિટી ટોયલેટ દુર કરવા, મહાનગરપાલિકાની હદમાં નવા બાંધકામોને મંજુરી માટે વસુલવામાં આવતી બેઝ એફ.એસ.આઈ. ની ઉપર વધારાની એફ.એસ.આઈ.ની રકમ તથા ટી.પી.સ્કીમ અંતર્ગત ઇન્ક્રીમેન્ટલ ચાર્જીસની રકમ વસુલવા માટે નીતિ નક્કી કરવા, મહાનગરપાલિકા હસ્તકના જુદા જુદા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પરથી ટ્રીટેડ વેસ્ટ વોટરનો પુનઃ વપરાશ કરવાના દરોમાં ફેરફાર કરવા, મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખભાઈ ધનજીભાઈ સાગઠીયા અને ચીફ ફાયર ઓફિસર ઈલેશકુમાર વાલાભાઈ ખેર સામે ફોજદારી કામ ચલાવવા મંજુરી આપવા,
શહેરના વોર્ડ નં.૦૭માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઓફિસમાં આવેલ હોલ ડીસ્મેન્ટલ કરવા, મહાનગરપાલિકાના આઈ.સી.ડી.એસ.વિભાગ, ઘટક-૦૩ ના મંજુર થયેલ સ્ટાફ સેટઅપમાં સુધારો કરવા અંગે, મહાનગરપાલિકામાં પાર્ટ ટાઇમ રોજમદાર સફાઈ કામદારોની ભરતીના નિયમોમાં સુધારો કરવા, મહાનગરપાલિકામાં તા.૦૧/૦૪/૨૦૦૫ પછી નિયત પગાર ધોરણમાં આવેલ કર્મચારીઓને રાજય સરકારશ્રીના ધોરણે એન.પી.એસ.(નવી વર્ધિત પેન્શન સ્કીમ) લાભો તથા તેને લગત કરવામાં આવતા આનુષંગિક લાભો, ઠરાવો, હુકમો તેમજ પરિપત્રોની અમલવારી કરવા, મહાનગરપાલિકાના સેક્રેટરી વિભાગનું સ્ટાફ સેટઅપ રિવાઈઝ્ડ કરવા, શહેરના વોર્ડ નં.૧૫માં ચુનારાવાડ ચોક પાસે તથા પી.ટી.સી. રોડ પર આવેલ પબ્લિક ટોયલેટ દુર કરવા, શહેરના વોર્ડ નં.૧૨માં પુનિતનગર ૮૦ ફૂટ રોડ, મટુકી રેસ્ટોરન્ટ પાસે આવેલ ચોકનું ‘ખોડલ ચોક' નામકરણ કરવા, શહેરના વોર્ડ નં.૦૬માં મયુરનગર-૭ સામે, સીતારામનગર-૦૨, વડલાની બાજુમાં આવેલ મુખ્ય રોડનું ‘રત્નાભાઈ રબારી' માર્ગ નામકરણ કરવા, કામચલાઉ પ્રારંભિક નગર રચના યોજના નં.૨૪-મોટા મવા(રાજકોટ)માં સમાવિષ્ટ સમુચિત સતામંડળને ફાળવવામાં આવેલ જાહેર હેતુના અંતિમ ખંડો તથા ટી.પી. રસ્તાની દરખાસ્તને પરામર્શ આપવા, મહાનગરપાલિકામાં સાતમાં પગારપંચ મુજબના પગારધોરણના લેવલ-૯માં(વર્ગ-૨) ફરજ બજાવતા અધિકારીઓને સળંગ નોકરીના ૧૨ વર્ષ બાદ, સાતમાં પગારપંચ મુજબના પગારધોરણના લેવલ-૧૧ મુજબ પગારધોરણ સુધારણાનો લાભ આપવા, મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખભાઈ ધનજીભાઈ સાગઠીયાની વિરૂદ્ધ અપ્રમાણસર મિલ્કત વસાવ્યા અંગેના ગુન્હાના કામે પ્રોસીક્યુશન ચલાવવાની મંજુરી આપવા, રેઇન વોટર હાર્વેસ્ટીંગ માટે જન ભાગીદારી યોજનાની ગ્રાન્ટ અન્વયે જરૂરી નીતિ/નિયમો મંજુર કરવા, મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ શાખાનું સ્ટાફ સેટઅપ રિવાઈઝ કરવા તેમજ ભરતીના નિયમોમાં ફેરફાર કરવા, સદ્દભાવના વૃધ્ધાશ્રમ દ્વારા મોરારીબાપુની રામકથાના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડના તમામ વિભાગો, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્ડ તથા કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિએટર વિનામુલ્યે ફાળવવા સહિતની ૨૨ દરખાસ્તોનો નિર્ણય કરવામાં આવશે.
(3:36 PM IST)










