<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

જાહેરમાં ગંદકી કરનાર ચેતજોઃ વધુ બે દુકાનો સીલ ખોડલ ડિલકસ પાન અને શકિત સ્‍ક્રેપ યુનિટને તાળા

રાજકોટ તા. ૧રઃ શહેરમાં જાહેરમાં ગંદકી કરવા બદલ દંડ અને સીલની કાર્યવાહી ચાલી રહી છે. જે અન્‍વયે આંબેડકરનગર રોડ ખાતે આવેલ ખોડલ ડિલકસ પાન અને પુનિતનગર ૮૦ ફૂટ રોડ ખાતે આવેલ શકિત સ્‍ક્રેપ યુનિટ કુલ ર યુનિટ દ્વારા જાહેરમાં સ્‍વચ્‍છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્‍યુસંન્‍સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્‍યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ.

આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્‍વચ્‍છતા જાળવવા અવારઅનવાર સુચના આપવામાં આવેલ. તેમ છતાં જાહેર સ્‍વચ્‍છતા ન જાળવતા સ્‍થળ તપાસ કરતાં શોપની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી ખોડલ ડિલકસ પાન અને શકિત સ્‍ક્રેપ કુલ ર એકમના સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એકટ-૧૯૪૯ની કલમ-૩૭૬ ‘‘એ'' હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ.

(3:47 PM IST)