<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

મંગળવાર ‘‘હીટસ ઓફ ૭૦-૮૦'': સુર સફર અને એચ.એમ. ઇવેન્‍ટ શ્રોતાઓને ડોલાવશે

રાજકોટ તા. ૧રઃ સંગીતપ્રિય-કલાપ્રિય જનતા માટે સૂર સફર ઇવેન્‍ટ અને એચ.એમ. ઇવેન્‍ટ દ્વારા અલગ જ સ્‍ક્રીપ્‍ટ સાથે ‘‘હીટસ ઓફ ૭૦-૮૦''નું હેમુ ગઢવી હોલમાં તા. ૧૭ના મંગળવડારે રાત્રે ૯-૧પ કલાકે આયોજન કરાયું છ.ે

યશુદાસ, શૈલેન્‍દ્રસિંઘ, સુરેશ વાડકર, એસ. પી. બાલાસુબ્રહ્મણ્‍યમ, લતા મંગેશકર, આશા ભોંસલે, હેમલતા, સલમા આગા જેવા બોલીવુડ ગાયકોનાં ગીતો મુંબઇનાં સુપ્રસિદ્ધ આંતરરાષ્‍ટ્રીય વર્સેટાઇલ સીંગર આનંદ પલવનકર અને રાજકોટનાં આંતરરાષ્‍ટ્રીય સીંગર અશ્‍વિન મહેતા તથા સંજય પંડયા દ્વારા રજૂ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં સંગીત હિતેષ મહેતાનું રહેશે. કાર્યક્રમનું સંચાલન ઇન્‍દોરનાં સુપ્રસિદ્ધ એંકર શ્રીમતી મોના ઠાકુર કરશે. જૈન અગ્રણી સંગીતપ્રેમી સ્‍માઇલ ગ્રુપના સુનીલ શાહનો સહકાર મળ્‍યો છે.

કાર્યક્રમને સફળ બનાવવા ગોલ્‍ડન જવેલર્સ-રાજકોટનાં સંચાલકો અને સુર સફર ઇવેન્‍ટ અને એચ. એમ. ઇવેન્‍ટ ના આયોજકો ટીમ બની કાર્ય કરી રહ્યા છે.

આ ટિકીટ શો માં પસંદગીની ટિકીટ બુક કરાવવા હિતેષ મહેતા (૯૮૭૯પ ૮૭૮૭પ), જૈન અગ્રણી અને સ્‍માઇલ ગ્રુપનાં સુનીલભાઇ શાહ (૯૮ર૪ર ૧૦પ૧પ), નરેશ ઠોસાણી (૯૪ર૮૧ પ૬૪પપ) તથા અજય દવે (૮૬૯૦૮ ૬૩૦૦૩) નો સંપર્ક કરવા જણાવાયું છે.

(3:59 PM IST)