<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

રવિવારે રાજકોટમાં મેમરી ચેમ્‍પીયનશીપ સ્‍પર્ધા

માઇન્‍ડવીઝના પ્રણેતા મેહુલ શિહોરાના નેતૃત્‍વમાં હોટલ ફર્ન ખાતે આયોજન : ૮૫ વિદ્યાર્થીઓ મેમરી સ્‍કીલ અજમાવશે

રાજકોટ તા. ૧૨ : મેમરી સ્‍પોર્ટસની સંગઠીત સ્‍પર્ધા ‘ગુજરાત મેમરી ચેમ્‍પીયનશીપ'નું રાજકોટ ખાતે તા. ૧૫ ના રવિવારે આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજન ટીમે જણાવ્‍યુ હતુ કે સૌપ્રથમવાર અમદાવાદ ખાતે ૨૦૧૮ માં આ પ્રકારનું આયોજન થયુ હતુ. બાદમાં હવે રાજકોટ ખાતે ગુજરાત મેમરી ચેમ્‍પીયનશીપ યોજવામાં આવી છે.મેમરી સ્‍પોર્ટ ફેડરેશન ઓફ ઇન્‍ડિયાના ચીફ આર્બિટરની ઉપસ્‍થિતિમાં માઈન્‍ડવીઝના પ્રણેતા મેહુલ શિહોરાના નેતૃત્‍વ હેઠળ તા. ૧૫ ના રવિવારે હોટલ ફર્ન, કુવાડવા રોડ ખાતે યોજાયેલ આ સ્‍પર્ધામાં ૮૫ જેટલા વિદ્યાર્થીઓ મેમરી પાવર અજમાવશે.આખો દિવસ ચાલનાર આ કાર્યક્રમમાં ૮ મેમરી ઇવેન્‍ટ હશે. સ્‍પર્ધાનો ઉદ્દઘાટન સમારોહ સવારે ૯ થી ૯.૩૦ અને સન્‍માન એવોર્ડ સમારોહ સાંજે પ થી ૮ દરમિયાન યોજાશે. જેમાં મહેમાનોના હસ્‍તે કેટેગરી વાઇઝ ટ્રોફી અને મેડલ અપાશે.સમગ્ર ચેમ્‍પીયનશીપને સફળ બનાવવા શુભેચ્‍છક તરીકે તપોવન સ્‍કુલ, પંચશીલ સ્‍કુલ, ઉદ્દગમ સ્‍કુલ, રેઇન્‍બો સ્‍કુલ, ધન્‍યતા એસોસીએટ, ઇન્‍ડિયન ફોરેસ્‍ટ સોરાષ્‍ટ્ર તથા ધર્મયાત્રા મહાસંઘ સૌરાષ્‍ટ્ર પ્રાંતનો સહયોગ મળેલ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પ્રિયવદન ભટ્ટ, હેતલબેન શેખલીયા, હિતાર્થી શેખલીયા, મેહુલ શિહોરા નજરે પડે છે.

(4:00 PM IST)