<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

રાજકોટમાં સ્‍વચ્‍છતા હી સેવાઃ શહેર જીલ્લામાં ૧૭૦૦ બ્‍લેક સ્‍પોટ

નકકી કરાયાઃ ૧૬ સુરક્ષા શિબીર તથા ૧૧ વર્કશોપનું આયોજન તમામ સરકારી કચેરીઓ પણ આવરી લેવાઇઃ એસો.-યુવાનો-મહિલાઓ-વિદ્યાર્થીઓ-પદાધીકારીઓને સામેલ કરાશે ૪રર સફાઇ કર્મચારીનું હેલ્‍થ ચેકઅપ થશેઃ કલેકટરની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઇઃ પોર્ટલ ઉપર ફોટા અપલોડ માટે આદેશો

રાજકોટ તા.૧૩ સપ્‍ટેમ્‍બર - સમગ્ર રાજયમાં તા.૧૭ સપ્‍ટેમ્‍બરથી તા.૩૧ ઓકટોબર સપ્‍ટેમ્‍બર સુધી યોજાનારા ‘‘સ્‍વચ્‍છતા અભિયાન'' ના રાજકોટ જિલ્લાના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીના અધ્‍યક્ષસ્‍થાને કલેકટર કચેરી ખાતે સબંધિત અધિકારીઓની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં સ્‍વચ્‍છતા અભિયાનને ઝુંબેશરૂપે  તમામ ગામો, નગરો, શહેરમાં જનભાગીદારીથી ચલાવવાની સુચના કલેકટરશ્રીએ અધિકારીઓને આપી હતી. આ ઝુંબેશમાં વિવિધ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, વિવિધ સંસ્‍થાઓ, વિવિધ એસોસીએશન, યુવાનો , મહિલાઓ, વિદ્યાર્થીઓ, પદાધિકારીઓને પણ સામેલ કરવાની સુચના અપાઇ હતી. જે અન્‍વયે રાજ્‍યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ ઉપરાંત રાજ્‍યના તમામ વિભાગોમાં સ્‍વચ્‍છતા હી સેવા - ૨૦૨૪ નું અમલીકરણ કરવાની કામગીરી કરવાની રહેશે.

સરકારી કચેરીઓ, વિવિધ જાહેર જગ્‍યાઓ વગેરે ખાતે સ્‍વચ્‍છતાના જુદા જુદા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. . જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પદાધિકારીઓ- અધિકારીઓની ઉપસ્‍થિતિમાં યોજાશે.  પ્રવાસન, ઐતિહાસિક સ્‍થળો(વિવિધ વાવો)માં સફાઇ ઝુંબેશ, પ્‍લાસ્‍ટિકમુક્‍તિ સહિતના કાર્યક્રમો યોજાશે. જે અન્‍વયે સફાઇ મિત્રો માટેની ૧૬ સુરક્ષા શિબિરનું આયોજન કરેલ છે. પ્‍લાસ્‍ટિકનાં રિડયુસ, રિયુઝ અને રિસાયકલ માટે ૧૧ વર્કશોપનું આયોજન કરેલ છે. અંદાજે ૧૭૦૦ બ્‍લેક સ્‍પોટની જગ્‍યા નક્કી કરેલ છે. તે તમામ જગ્‍યા પર લોકભાગીદારીથી મેગા સ્‍વચ્‍છતા કાર્યક્રમ કરી તમામ જગ્‍યાએ સફાઇ કરવામાં આવશે. તેમજ અંદાજે ૪૨૨ જેટલા ગ્રામ્‍ય કક્ષાનાં સફાઇ કર્મચારીનું હેલ્‍થ ચેકઅપ પણ કરવામાં આવશે આ સફાઇ ઝુંબેશનું ડોકયુમેન્‍ટેશન કરી પોર્ટલ ઉપર જીઓ ટેગીંગના ફોટા  અપલોડ કરવાની સુચના પણ અપાઇ હતી

(7:30 PM IST)