તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Saturday, 14th September 2024
જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે રાજુભાઇ ડાંગરનું યશસ્વી એક વરસ, કામ કર્યા સરસ
દેરડી સહિતના વિસ્તારોના વિકાસ માટે અવિરત કાર્યરત કચેરીમાં નિયમિત હાજરી, તંત્ર સાથે સંકલનઃ જબ્બર જનસંપર્ક

રાજકોટ તા. ૧૪ :.. સુલતાનપૂર ગામના વતની અને હાલ દેરડી જિલ્લા પંચાયત સીટ પરથી ભાજપના સભ્ય તરીકે ચૂંટાયેલ રાજુભાઈ ડાંગરએ જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ તરીકે એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરેલ છે જે અવસરે તેઓએ પોતાના વિસ્તાર અને સમગ્ર જિલ્લા માટે ઉત્કળષ્ટ કામગીરી કરેલ છે.તેઓએ પોતાના વિસ્તારમાં અનેકવિધ લોકઉપયોગી કર્યો થકી ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં એક આગવી ઓળખ ઉભી કરી છે.ભારતીય જનતા પાર્ટી નાં પાયાના કાર્યકર તરીકે તેઓએ હર હંમેશ પાર્ટીને પ્રાથમિકતા આપીને સેવા કરેલ છે. તેમના કાર્યકાળ દરમિયાન તેઓએ પોતાના વિસ્તારમાં કુલ ૬ આંગણવાડીઓનું નિર્માણ કરાવેલ છે, સુલતાનપૂરથી મેતા ખંભાળિયા રોડ - ૬૪૫ લાખ, દાદાની સુપ્રસિદ્ધ જગ્યામાં સીસી રોડ, ૧૧૫ લાખ, ખજૂરડી થી સુલતાનપૂર બે જિલ્લાને જોડતો રસ્તો ૫૫૦ લાખ,સુલતાનપૂર થી વાસાવડ રોડ, વાસાવડ ખાતે ૪૭૫ લાખનો બ્રિજ, પી. એચ.સી.તથા નાણાપંચ અને સ્વભંડોળ અને સરકારની અનેકવિધ ગ્રાન્ટમાંથી લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા કર્યો કરેલ છે.
આ એક વર્ષનાં કાર્યકાળ પૂર્ણ થવાના પ્રસંગે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી પાટીલ,સંસદસભ્યશ્રી મનસુખભાઈ માંડવીયા,વિસ્તારનાં ધારાસભ્યશ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજા,જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, યુવા અગ્રણી શ્રી ગણેશભાઈ જાડેજા, જિલ્લા પંચાયતનાં મારાં સાથી સદસ્યશ્રી ટીમ, વહીવટી તંત્રનાં અધિકારીઓ, મત વિસ્તારનાં તમામ સરપંચઓ,ભારતીય જનતા પાર્ટીનાં તમામ કાર્યકતા, આગેવાનો, મહાનુભાવોનો સાથ અને સહકાર મળવા બદલ રાજુભાઈ ડાંગરે આભાર વ્યક્ત કરેલ છે.
(10:49 AM IST)










