તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 14th September 2024
મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાનો સ્વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશ

રાજકોટ : ગુજરાતના મહિલા બાળવિકાસ અને સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાનાો આજે જન્મ દિવસ છે. આજે પ૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. શ્રીમતી ભાનુબેન બાબરિયાનો જન્મ રાજકોટ ખાતે આર. આર. એસ.ના કાર્યકર્તા અને એસ. ટી.ના કર્મચારી શ્રી માયાભાઇ રાઠોડ અને અમરતબેન રાઠોડના ઘરે તારીખ ૧૪-૯-૧૯૭પ ના થયેલ ભાનુબેન બાબરિયાએ બી.એ.એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કરેલ છે. વોર્ડ નં. ૧ ના કોર્પોરેટર છે.
શ્રીમતી ભાનુબેન બાબરિયાના લગ્ન રાજકોટના પૂર્વ ધારાસભ્ય શ્રી માધુભાઇ બાબરિયાના સુપુત્ર એડવોકેટ મનોહરભાઇ બાબરિયા સાથે થયેલ. જેમને સંતાનમાં એક પુત્રી છે. રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય છે. ગુજરાત સરકારમાં એકમાત્ર મહિલા મંત્રી તરીકે સેવાઓ આપી રહ્યા છે. આજે તેમના જન્મ દિવસે તેમના પરિવારજનો, શુભેચ્છકો તેમને જન્મ દિવસની સુભકામનાઓ પાઠવી રહ્યા છે.
(મો. ૯૯૦૪૩ ૪૩૩ર૧, ૯૮ર૪પ ૦૦૮૦૮ રાજકોટ)
(11:44 AM IST)










