<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

સાંજે ઋષિકેશ પટેલ રાજકોટમાં:પૂજિત ટ્રસ્‍ટના કાર્યક્રમમાં હાજરી

રાજકોટ તા. ૧૪: રાજયના આરોગ્‍ય, ઉચ્‍ચ શિક્ષણ, કાયદો અને ન્‍યાયતંત્ર વગેરે વિભાગોના મંત્રી શ્રી ઋષિકેશ પટેલ આજે શનિવારે બપોર બાદ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સંચાલિત શ્રી પૂજિત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટ દ્વારા જ્ઞાનપ્રબોધીની પ્રોજેકટના લાભાર્થી ઉજજવળ કારકીર્દી ધરાવતા પૂર્વ વિદ્યાર્થીઓનું સ્‍નેહમિલન આજે ૪.૩૦ વાગ્‍યે અટલ બિહારી બાજપાઇ ઓડીટોરીયમ, પેડક રોડ ખાતે યોજાયેલ છે.

(4:26 PM IST)