<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

પીસીબીએ દારૂના દરોડાઓ સાથે ‘કામગીરી'નો કર્યો આરંભ ભંગારના ધંધાર્થી મુસ્‍તુફાને ૧ લાખના દારૂ સાથે બેડીમાં વાડીમાંથી ત્રણને ૪૮ હજારના દારૂ સાથે પકડયા

ઇન્‍ચાર્જ પીઆઇ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. હુણની ટીમોના દરોડા : કરણભાઇ મારૂ, વિજયભાઇ મેતા, કુલદીપસિંહ જાડેજા, કિરતસિંહ ઝાલા અને વાલજીભાઇ જાડાની બાતમી

રાજકોટ તા. ૧૪: શહેરમાં ક્રાઇમ બ્રાંચની જેમ હવે પીસીબી (પ્રીવેન્‍શન ઓફ ક્રાઇમ બ્રાંચ)ને સક્રિય કરવામાં આવી છે. આ બ્રાંચની ટીમો દારૂ જૂગારના દરોડાઓની કાર્યવાહી કરશે તેવી ચર્ચા વચ્‍ચે દારૂના બે દરોડા પાડી પીસીબીએ કામગીરીનો આરંભ કરી દીધો છે. જેમાં એસટી વર્કશોપ પાછળ ખોડિયારનગર-૧માંૅ દરોડો પાડી ભંગારના ધંધાર્થીને ૧ લાખના દારૂ સાથે પકડી લેવાયો છે, તેમજ બીજા દરોડામાં બેડીમાં વાડીમાં દરોડો પાડી ત્રણ શખ્‍સોને અડધા લાખના દારૂ સાથે પકડી લીધા હતાં.

જાણવા મળ્‍યા મુજબ પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, કોન્‍સ. વાલજીભાઇ જાડાને મળેલી બાતમી પરથી ખોડિયારનગર-૧ તાજ સ્‍ક્રેપ નામના ભંગારના ડેલામાં દરોડો પાડી ત્‍યાંથી મુસ્‍તુફા ઇકબાલભાઇ લીંગડીયા (ઉ.વ.૨૮-રહે. ખોડિયારનગર-૧૪, અમીયલભાઇ બાદીના મકાનમાં)ને રોયલ સ્‍ટેગ તથા ગ્‍લેન વીક્‍ટરી સ્‍કોચની રૂા. ૧,૦૦,૮૦૦ની ૬૦  બોટલો સાથે પકડી લીધો હતો. તે આ દારૂ ક્‍યાંથી લાવ્‍યો? તેની વધુ તપાસ થઇ રહી છે.

જ્‍યારે બીજા દરોડામાં બેડી ગામે આવેલી દિવ્‍યેશ નારણભાઇ ચંદ્રોલા (રહે. બેડી ગામ)ની વાડીમાં દરોડો પાડી દિવ્‍યેશ તેમજ યુસુફ મહમદભાઇ ભાવદીનપોત્રા (રહે. હડાળા) તથા હુશેન બાબુભાઇ જુણેજા (રહે. રાજકોટ કુવાડવા રોડ ડી માર્ટ પાછળ)ને રૂા. ૪૮ હજારના અલગ અલગ બ્રાન્‍ડના વિદેશી દારૂ સાથે પકડી લેવાયા છે. વાડીમાંથી દારૂનુ કટીંગ થાય એ પહેલા પીસીબીની ટીમ ત્રાટકી હતી અને જથ્‍થો પકડી લીધો હતો. આ દરોડામાં વિજયભાઇ મેતા, કરણભાઇ મારૂ અને કુલદીપભાઇને બાતમી મળી હતી. મયુર પટેલ પણ કામગીરીમાં જોડાયા હતાં.

બંને કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચના અનુસાર પીસીબીના ઇન્‍ચાર્જ પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. હુણ, એએસઆઇ સંતોષભાઇ મોરી, હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, કોન્‍સ. વાલજીભાઇ જાડા અને નગીનભાઇ ડાંગરે, વિજયભાઇ, કરણભાઇ, મયુરભાઇ, કુલદીપભાઇ સહિતી ટીમોએ  કરી હતી.

(3:11 PM IST)