News of Saturday, 14th September 2024
મનપા અને કોન્ટ્રાકટરો વચ્ચેનો GST વિવાદ ઉકેલવા કવાયત : ગ્રાંટની માંગ
સરકારે કરેલા પરિપત્ર મુજબ તફાવતની ૬ ટકા રકમ તંત્ર ભોગવશે : કોર્પોરેશનને ૭૦ કરોડનો ધુંબો લાગશે

રાજકોટ, તા.૧૪: મહાનગરપાલિકામાં ઝોનલ કોન્ટ્રાકટરો દ્વારા સરકારે કરેલા જીએસટીના દર વધારાનો વિરુદ્ધ ઘણા સમયથી કરવામાં આવી રહ્યો હતો. સરકાર દ્વારા ૧૨ ટકામાંથી ૧૮ ટકા જીએસટી કરાતા કોન્ટ્રાકટરોએ આ પરિસ્થિતમાં ૬ ટકા જીએસટી ભરી શકવામાં આશ્યકતા દર્શાવી હતી અને સરકારમાં રજુઆત કરતા પરિપત્ર જાહેર કરેલ. જે મુજબ બંને વચ્ચે ચાલતા વસુલાતના ૬ ટકા તફાવતની રકમ મહાનગરપાલિકાએ ભરપાઇ કરવાની રહેશે. જેના લીધે મનપા આગામી દિવસોમાં કાર્યવાહી કરી ૭૦ કરોડ જીએસટીની તફાવતની રકમ પોતે ભોગવશે. જેના માટે સરકાર પાસે ગ્રાન્ટ માગવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. મનપાના સુત્રોના જાણવા મુજબ સરકારના નાણા વિભાગના પરિપત્રના આધારે મહાનગરપાલિકા અને ઝોનલ કોન્ટ્રાકટરો વચ્ચેના વિવાદનો અંત આવવામાં આવ્યો છે. મહાનગપાલિકામાં કોન્ટ્રાકટરોની જીએસટીની રકમમાં કોરોના કાળ દરમિયાન મુશ્કેલીઓ ઉભી થઇતી. આથી રાજ્ય સરકારે ખાસ પરિપત્ર જારી કરી વિવાદનો અંત આણીયો છે. જેમાં કોન્ટ્રાકટરો પાસેથી જીએસટી કર વસુલાતના ૬ ટકા તફાવતની રક્મ કોર્પોરેશનને ચૂકવવાની રહેશે. પહેલા ૧૨ ટકા જીએસટી વસુલવામાં આવતો હતો. જેના સ્થાને ૧૮ ટકા કર વસુલાત શરૂ કરતા મનપા અને કોન્ટ્રાકટરો વચ્ચે વિવાદ શરૂ થયો હતો. આ મુદ્દે સરકારમાં રજુઆત થતા પરિપત્ર ફરી સરકારે ૬ ટકાની રક્મ મનપાએ ચુકવવી તેમ જણાવ્યું હતું. છતા મહાનગપાલિકા સ્વાયત સંસ્થા હોવાથી તેને જનરલ બોર્ડમાં અલગથી ઠરાવ કર્યા બાદ સરકાર પાસેથી ગ્રાન્ટ માંગવવામાં આવશે. જેના લીધે ૧૨ ટકા જીએસટી કર કોન્ટ્રાકટરો દ્વારા ભરપાઇ કરાશે. જ્યારે બાકીના ૬ ટકા જીએસટી કરના તફાવતની અંદાજે ૭૦ કરોડ જેટલી રક્મ મહાનગરપાલિકા ચૂકવાશે.
રાજકોટ મહાપાલિકા અને ઝોનલ કામના ઈજારેદારો વચ્ચે ચાલતા જી.એસ.ટી. કર વસૂલાતમાં ૬ ટકા તફાવતની રકમનો ચાલતો વિવાદ ઉકેલાય તેવી શકયતા છે. સરકારે અગાઉ કરેલા પરિપત્ર પ્રમાણે કરમાં ચુકવવાની થતી રકમનો તફાવત મહાપાલિકા પોતે ભરપાઈ કરી આપશે. જો કે, આ માટે મનપાએ જનરલ બોર્ડમાં એક ઠરાવ કરવો પડશે. એ માટે આગામી દિવસોમાં કાર્યવાહી હાથ ધરાશે. મનપાએ ૭૦ કરોડ જેવી રકમ ચુકવવાની આવશે
(3:57 PM IST)










