<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

પૂ.શ્રી પંથકમુની મ. સા. સંઘાણી સ્‍થાનકવાસી જૈન સંપ્રદાય - ગોંડલના ગાદીપતિ બન્‍યા

ગોંડલ ખાતે સંઘાણી સ્‍થા. જૈન સંપ્રદાય દ્વારા શાસનરત્‍ના વિદૂષી પૂ. બા.બ્ર. જયવિજયાબાઈ મહાસતીજીની જન્‍મ શતાબ્‍દી મહોત્‍સવની ઉજવણી : ચાતુર્માસ એટલે મેઘ અને મુનિની મોસમઃ કાળને પણ નમાવી દે એ જયવિજયાબાઈ મહાસતીજી, આવા મહાન વિભૂતીઓથી સંપ્રદાય અને જગત શોભી ઉઠે છેઃ અશોકભાઈ કોઠારી : ગંગા જેવું પવિત્ર, સ્‍ફટિક જેવું સ્‍વચ્‍છ, પુષ્‍પ જેવું સુગંધિત જીવન જીવનાર પૂજયશ્રીના સત્‍કાર્યો સમાજ માટે દીવાદાંડી બની રહેશેઃ પૂ.શ્રી પંથકમુની મ.સા.

રાજકોટ,તા.૧૬: યોગી સભા મંડપમ્‌, અક્ષર મંદિર ગોંડલ ખાતે શ્રી સંઘાણી સ્‍થાનકવાસી જૈન સંઘ દ્વારા પૂ. ગુરૂણીમૈયા જયવિજયાબાઈ મહાસતીજીના જન્‍મ શતાબ્‍દ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જયાં સંપ્રદાયના પ્રમુખ અશોકભાઈ કોઠારી દ્વારા પ્રખર વક્‍તા પૂજયશ્રી પંથકમુની મહા. સાહેબને સંઘાણી સ્‍થાનકવાસી જૈન સંપ્રદાય - ગોંડલના ગાદીપતિ બનવા માટે અનુરોધ કરવામાં આવ્‍યો હતો અને ગુરુદેવે આ પ્રસ્‍તાવનો સ્‍વીકાર કરીને સંપ્રદાયનું ગાદીપદ સ્‍વીકાર્યું હતું.

આ પ્રસંગે પ્રખર વક્‍તા પૂજયશ્રી પંથકમુની મહા. સાહેબે જણાવ્‍યું હતું કે, ગિરિના ઉતુંગ શિખરોને સર કરવા માટે, ત્રિયોગને કેન્‍દ્રિત કરવા પરમ પુરૂષાર્થની આવશ્‍યકતા છે. આ પુરૂષાર્થ કરવા માટે આત્‍મિક શકિતની જરૂર છે. આત્‍મિક શકિતને ખીલવવા માટે સંત સમાગમ અને સદ્વાંચનની જરૂર છે. જ્ઞાન એ અમૃત કુંભ છે. જેમ લોઢાને પારસમણીનો સ્‍પર્શ થાય તો લોઢું સુવર્ણ બની જાય છે; તેમ માનવ આત્‍માને જો જ્ઞાનરૂપી અમૃતકુંભનો સ્‍પર્શ થાય તો તે માનવમટી મહામાનવ બની જાય છે. વચન બોલવા સહેલા છે, પરંતુ પ્રવચન આપવું ઘણું જ કઠીન છે. ગુરુણીમૈયા શાસનરત્‍ના વિદૂષી પૂ. બા.બ્ર. જયવિજયાબાઈ મહાસતીજીની આવી પ્રવચન ધારાએ માનવીના હૃદયને સ્‍પર્શી તેમના જીવનને નવપલ્લવિત બનાવેલ છે.

આ તકે પૂજયશ્રી સોનલબાઈ મહાસતીજીએ જણાવ્‍યું હતું કે, જેમના નામ અને કામથી આપણે સૌ ઓળખાઈ રહ્યા છે એવા શાસનરત્‍ના વિદૂષી પૂ. બા.બ્ર. જયવિજયાબાઈ મહાસતીજીને આજે વારંવાર સ્‍મરણ કરવાનું મન થાય છે. તેઓ સાચા વાત્‍સલ્‍યમયી વડિલ અને સલાહકાર હતા. આ સંપ્રદાય ફૂલ્‍યો ફાલ્‍યો રહે અને જયવિજયાબાઈ મહાસતીજીની કૃપા આપણા પર વરસતી રહે એવી શુભકામના.

સંઘાણી સ્‍થાનકવાસી જૈન સંઘના પ્રમુખ અશોકભાઈ કોઠારીએ જણાવ્‍યું હતું કે,જગતમાં સૌથી મોટું દુઃખ હોય તો એ છે માતાની વિદાય, ગુરુમાતાની વિદાય. પરંતુ આજે પણ જયવિજયાબાઈ મહાસતીજી આપણને અનંતમાંથી આશિષ આપી રહ્યા છે. ગુરુની વાત્‍સલ્‍ય સભર નજર શિષ્‍યને સાધના સભર બનાવે છે. ગુરુનાં ચરણમાં કર્મરજને દૂર કરવાની તાકાત છે. કાળને પણ નમાવી દે એ જયવિજયાબાઈ મહાસતીજી. આવા મહાન વિભૂતીઓથી સંઘ સંપ્રદાય અને સમાજ શોભી ઉઠે છે, આવા સાધ્‍વી રત્‍ન મળવા દુર્લભ છે. પૂજયશ્રીનાં ક્‍યાં ગુણોને વર્ણવવા! સરલતાનાં સાગર, વાત્‍સલ્‍યવારિધી, હેતાળ પ્રેમાળ ગુરુ મૈયાનું જીવન આપણા સૌ માટે પથદર્શક છે.

શ્રી રોયલ પાર્ક સ્‍થાનકવાસી જૈન મોટા સંઘ રોયલ એકેડેમી રાજકોટના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ (સી.એમ.) એ જણાવ્‍યું હતું કે,આજે અનેરો અવસર સુનેહરો થઈ ગયો છે. મારા - પિતા નસીબદાર હતા કે તેમને જયવિજયાબાઈ મહાસતીજીની સેવા કરવાનો અવસર સાંપડ્‍યો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટના ફાઉન્‍ડર મેહુલભાઈ મહેન્‍દ્રભાઈ રવાણીએ કર્યું હતું. તેમજ લોક સાહિત્‍ય તથા હાસ્‍ય કલાકાર હરદેવભાઈ આહિરએ ‘ધરતીની ધરોહર' પર વકતવ્‍ય આપેલ.

આ શતાબ્‍દી મહોત્‍સવમાં સંપ્રદાય વરીષ્ઠા પૂ.બા.બ્ર. ઉષાબાઈ મહા. ઠા-૨૯ ઉત્‍સાહી પૂ.બા.બ્ર. તરુબાઈ મહા., બા.બ્ર. હેમાલીબાઇ મહા. પૂ.બા.બ્ર. જયોતીબાઈ મહા. કુલ ઠા-૩૨ની નિશ્રા રહી હતી. અને પૂ. સંત-સતીજી વૃંદ ગુરૂણીમૈયાનો ગુણાનુવાદ કર્યા હતા. શ્રી ગોંડલ નવાગઢ સ્‍થાનકવાસી જૈન સંઘ મંત્રીશ્રી જીગ્નેશભાઇ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. તદ્‌ઉપરાંત પૂજય જયવિજયાબાઈ મહાસતીજીના જીવન કવનના વિવિધ પ્રસંગોને વિવિધ નવ નાટકો દ્વારા રજૂ કરવામાં આવ્‍યા હતા. જેને પ્રેક્ષકોએ મન ભરીને માણ્‍યા હતા. તો સાથો સાથ કાર્યક્રમ દરમિયાન ભૂમિ ગાથાણી - રાગ ઇવેન્‍ટના સથવારે સૌ ભાવિકો સંગીતમય થયા હતા.

આ સમગ્ર કાર્યક્રમમાં મુખ્‍ય દાતા તરીકે પરવડી (ગારીયાધાર) હાલ સુરત નિવાસી ભાનુમતીબેન બટુકરાય દેસાઈ હસ્‍તેઃ તૃપ્તિબેન જયેશકુમાર તથા ભૂમિબેન વિજયકુમાર (રાજહંસ ગૃપ) પૂ.શ્રી પંથકમુનિ મહારાજ સાહેબના સંસારી દીકરી-જમાઇ, સહાયક દાતા તરીકે જય-વિજય પરિવાર બા.બ્ર. જયાબાઇ-વિજયાબાઇ મહાસતીજી અમ્‍માપિયા સંસારી પરિવાર, બા.બ્ર. જયાબાઈ-વિજયાબાઇ મહાસતીજીના ગુરૂભક્‍ત અને ઉપ સહાયક દાતા તરીકે પૂ.શ્રી પંથકમુનિ મહારાજ સાહેબના ગુરૂભક્‍ત મુંબઇ નિવાસી જયોત્‍સનાબેન જીતેન્‍દ્રભાઈ દેસાઈ હસ્‍તે : રૂપાબેન બિમલકુમાર (રૂપા પ્રોપર્ટીઝ એન્‍ડ સિક્‍યોરિટીઝ પ્રા.લી.), ધનબાદ હાલ મુંબઇ નિવાસી ચંદનબેન જયંતિલાલ કોઠારી હસ્‍તેઃ કોમલબેન નિતિનકુમાર તથા ચાર્મીબેન દિપકકુમાર પૂ.શ્રી પંથકમુનિ મ. સાહેબના સંસારી દિકરી-જમાઇ અને ચાવંડ હાલ મુંબઇ નિવાસી દમયંતીબેન મનસુખલાલ વસાણી હસ્‍તેઃ મિત્તલબેન મૌલિકકુમાર પૂ.શ્રી પંથકમુનિ મ. સાહેબના સંસારી સુપુત્રનો સહયોગ સાંપડ્‍યો હતો. જયારે સોના-ચાંદીની લગડીના લક્કી ડ્રોના દાતા. તરીકે સરલાબેન ભાસ્‍કરભાઈ કોઠારી - મુંબઇએ સહયોગ આપ્‍યો હતો.

નોંધનીય છે કે ચાતુર્માસ અર્થે ગોંડલમાં વય સ્‍થવિર ૫.પૂ. સ્‍વાધ્‍યાય પ્રેમી પંથક મુની મહારાજ સાહેબની નીશ્રામાં હાલ વિવિધ મહાસતીજીઓ બિરાજે છે. જેમાં સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. ઉષાબાઇ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. જયોત્‍સનાબાઇ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. ચંદ્રીકાબાઈ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. મંજુલાબાઈ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય  પૂ. બા. બ્ર. સાધનાબાઇ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. ઉર્મિલાબાઈ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. રાજુલબાઈ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. ચંદનાબાઇ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. જયશ્રીબાઇ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. હર્ષાબાઇ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. રાજેશ્વરીબાઇ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. વર્ષાબાઇ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. ભારતીબાઇ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. જાગૃતિબાઇ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. મીનાબાઈ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. સોનલબાઇ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. હંસાબાઇ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. મીરાબાઇ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. ભાવનાબાઇ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. અરૂણાબાઇ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. આરતીબાઈ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. નંદાબાઈ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. ખ્‍યાતીબાઇ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. સ્‍વાતિબાઇ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. ચાંદનીબાઇ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. હિનાબાઈ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. રિધ્‍ધીબાઇ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. લબ્‍ધીબાઈ મહાસતીજી, સંઘાણી સંપ્રદાય પૂ. બા. બ્ર. જિનવરાબાઇ મહાસતીજી, ગોંડલ સંપ્રદાય પૂ. બા. બ્ર. તરુબાઇ મહાસતીજી, ગોંડલ સંપ્રદાય પૂ. બા. બ્ર. હેમાલીબાઈ મહાસતીજી, ગોંડલ સંપ્રદાય  પૂ. બા. બ્ર. જયોતિબાઈ મહાસતીજી વગેરેનો સમાવેશ થાય છે.

(12:10 PM IST)