News of Monday, 16th September 2024
રાજકોટ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરે પૂ. રાધારમણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ જળઝીલણી ઉત્સવ ઉજવાયો

જામજોધપુરઃ રાજકોટ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવના પાવન સાનિધ્યમાં મંદિરના વયોવૃદ્ધ કોઠારી પૂ.હરિચરણદાસજી સ્વામીની પાવન ઉપસ્થિતિમાં મંદિરના મહંત કો.શાસ્ત્રી પૂ.રાધારમણસ્વામીની અધ્યક્ષતામાં ,બાલાજી મંદિરના મહંત પૂ.વિવેકસાગર સ્વામી , પૂ.મુનિવત્સલ સ્વામી , પૂ.ભકતવત્સલ સ્વામી ,પૂ.ધર્મપ્રકાશ સ્વામી ,પૂ.જે.પી.સ્વામી ,પૂ.વાસુદેવ સ્વામી સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં જળઝીલણી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ,જેમાં બહોળી સંખ્યામાં હરીભકતો ઉપસ્થિત રહ્યા હતા અને જળ ઝીલણી ઉત્સવનો દિવ્ય અલભ્ય લાભ લીધો હતો જે તસવીરો નજરે પડે છે. (તસ્વીર-અહેવાલઃ દર્શન મકવાણા-જામજોધપુર)
(3:39 PM IST)










