News of Monday, 16th September 2024
૨૫ સપ્ટેમ્બરથી રાજકોટ મશીન ટુલ્સ શો
મેટલ કટીંગ, ફોર્મિંગ ઓટોમેશન, ફોર્જીંગ અને ફાઉન્ડ્રી જેવા વિભાગોનું પ્રદર્શનઃ દેશ-વિદેશમાંથી ૩૫૦થી વધુ કંપનીઓના અધિકારીઓની ઉપસ્થિતિ

રાજકોટઃ શહેરના એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે તારીખ ૨૫ થી ૨૮ સપ્ટેમ્બર દરમ્યાન ૯મો રાજકોટ મશીન ટુલ્સ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેટલ કટીંગ, ફોર્મિંગ, ઓટોમેશન, ફોર્જીંગ અને ફાઉન્ડ્રી જેવા અનેક વિભાગોનું પ્રદર્શન લોકાર્પણ રાખેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ મશીન ટુલ્સ શો ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું ત્રીજા નંબરનું મોટુ એકઝીબીશન તથા ઓપન ગ્રાઉન્ડમાં સોૈથી મોટુ એકઝીબીશન હોવાનું જણાવાયું છે. આ પ્રદર્શન કુલ ૧ લાખ ચો.મી. એરીયામાં થનાર હોય દેશ-વિદેશમાંથી ૩૫૦ થી વધુ કંપની આ પ્રદર્શનમાં ભાગ લઇ રહેલ છે.
કે એન્ડ ડી કોમ્યુનિકેશન લિ. અમદાવાદ અને મશીન ટુલ્સ મેન્યુફેકચરર્સ આયોજીત આ પ્રદર્શનને સફળ બનાવવા સર્વશ્રી યોગીનભાઇ છનીયારા (પ્રમુખ), હરેશભાઇ પટેલ (ઉપ-પ્રમુખ), તેજસ દુદકીયા(સેક્રેટરી) દેવલભાઇ ઘોરેચા(જો સેક્રેટરી), કનકસિંહ ગોહિલ (ખજાનચી) તથા એસોસીએશના ડાયરેકટરો, સચીનભાઇ નગેવાડીયા, બ્રીજેશભાઇ સાપરીયા, કરણભાઇ પરમાર, ગોહિલ(ખજાનચી), પીયુષભાઇ ડોડીયા, અશ્વિનભાઇ કવા, કેતનભાઇ ગજેરા, બીપીનભાઇ સિધ્ધપુરા, ઘનશ્યામભાઇ પરમાર, હરેશભાઇ ડોડીયા, રવિભાલ મારૂ અને કમલેશભાઇ ગોહિલ, અમીભાઇ મિસ્ત્રી જહેમત ઉઠાવી રહયા છે
(4:50 PM IST)










