તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Tuesday, 17th September 2024
આંખનું ઓપરેશન કરાવવા માટે રાજકોટ આવેલા ખીરધરના કવીબેન બેભાનઃ મોત
ઓપરેશન થાય એ પહેલા એકાએક શ્વાસ ચડતાં તબીયત લથડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા પણ જીવ ન બચ્યોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૪: તાલાલા તાબેના ખીરધર ગામે રહેતાં કવીબેન પીઠાભાઇ કેશવાળા (ઉ.વ.૫૬) નામના મહિલાને આંખના ઓપરેશન માટે રાજકોટ લાવવામાં આવ્યો હોઇ અહિ કુવાડવા રોડ પર આવેલા રણછોડદાસ બાપુના આશ્રમ ખાતેની આંખની હોસ્પિટલમાં ગઇકાલે દાખલ કરાયા હતાં. ગઇકાલે જ ઓપરેન કરવાનું હતું પરંતુ એ પહેલા તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
જાણવા મળ્યા મુજબ કવિબેનને સંતાનમાં બે પુત્ર છે. પતિ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. સગાના કહેવા મુજબ કવિબેનને આંખમાં તકલીફ થઇ ગઇ હોઇ રાજકોટ બતાવવા આવતાં દાખલ કરાયા હતાં અને ગઇકાલે જ ઓપરેશન કરવાનું હતું. પરંતુ એ પહેલા એકાએક શ્વાસ ચડવા માંડતા તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દીધો હતો. હાર્ટએટેક આવી ગયાની શક્યતા જણાવાઇ હતી.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, કાનાભાઇ, બળુભા સહિતે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
(11:47 AM IST)










