News of Tuesday, 17th September 2024
ભારતવર્ષના સ્વપ્નદ્રષ્ટા નરેન્દ્રભાઇને ડો. વલ્લભભાઇ કથીરીયાની શુભેચ્છા

રાજકોટ : વડાપ્રધાન અને ભારત વર્ષના સ્વપ્નદ્રષ્ટા નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિતે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરિયાએ શુભેચ્છા પાઠવી હતી. તેમના દુરંદેશી નેતૃત્વ હેઠળ ૨૦૧૯ થી રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય કામધેનું આયોગના અધ્યક્ષ તરીકે સેવા આપવાનો લ્હાવો મળ્યો એ મારા માટે ખુશીની વાત છે. ભારતના વિકાસ અને વેશ્વિક ચિંતનમાં તેમનું યોગદાન અજોડ તેમ શુભેચ્છા પાઠવતા ડો. કથીરીયાએ અંતમાં જણાવ્યુ છે.
(4:00 PM IST)










