<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

રાજકોટ લીલુછમ બનશે : ૩,૪૭,૯૦૦ વૃક્ષો વવાશે ‘એક પેડ માં કે નામ' મનપા દ્વારા અભિયાનનો પ્રારંભ

છેલ્લા ૬ મહિનામાં કુલ ૬ હજાર વૃક્ષોનું વાવેતર કરાયુ : ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળાના હસ્‍તે ઝુંબેશનો પ્રારંભ

રાજકોટ તા. ૧૭ : ભારત દેશના આદરણીય વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ૫મી જુન ૨૦૨૪ᅠ‘વિશ્વ પર્યાવરણ દિવસ'ᅠનિમિતે બુધ્‍ધ જયંતિ પાર્ક,ᅠનવી દિલ્‍હી ખાતે પ્રતિકરૂપે પીપળાના વૃક્ષનું વાવેતર કરીᅠ‘એક પેડ માં કે નામ'ᅠઅભિયાનની શરૂઆત કરાવવામાં આવેલ.ᅠ‘એક પેડ માં કે નામ'ᅠઅભિયાન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ વૃક્ષારોપણ ઝુંબેશનો આજᅠતા.૧૭ મંગળવારના  સવારેᅠ૯ કલાકે સ્‍કાય ઇન્‍ફિનિટી પ્રોજેકટ સાઈટની બાજુનો ગાર્ડન હેતુ માટેનો પ્‍લોટ,ᅠસ્‍માર્ટ સીટી વિસ્‍તાર,ᅠઅટલ સરોવરની બાજુમાં,ᅠરૈયા ખાતે યોજાયેલ મુખ્‍ય કાર્યક્રમ વિધાનસભા-૭૦ના ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળાના હસ્‍તે શુભારંભ કરવામાં આવ્‍યો.ᅠઆᅠવૃક્ષારોપણ ઝુંબેશના શુભારંભᅠકાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા ઉપસ્‍થિત રહ્યા હતા.

‘સ્‍માર્ટᅠસિટી'ᅠ વિસ્‍તારમાં ધનિષ્ઠ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મહાનુભાવો ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી,ᅠધારાસભ્‍ય ડો. દર્શિતા શાહ,ᅠડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા,ᅠ સ્‍ટેન્‍ડિંગᅠ કમિટીᅠ ચેરમેનᅠ જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનરᅠદેવાંગ દેસાઈ,ᅠશાસક પક્ષ નેતા લીલુબેન જાદવ,ᅠશાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા,ᅠ બાગᅠ બગીચાᅠ અનેᅠ ઝુᅠ સમિતિનાᅠચેરમેનᅠસોનલબેનᅠસેલારા, નાયબ કમિશનર સ્‍વપ્‍નિલ ખરે, સી.કે.નંદાણી, ડાયરેક્‍ટર (પાર્કસ એન્‍ડ ગાર્ડન) અનેᅠરાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો દુર્ગાબા જાડેજા, હિરેનભાઈ ખીમાણીયા, ડો. અલ્‍પેશભાઈ મોરજરિયા, ડો. દર્શનાબેન પંડ્‍યા, શહેર બક્ષીપંચ મોરચા પ્રમુખ લલીતભાઈ વાડોલીયા, વોર્ડ નં.૧ના પ્રમુખ કાનાભાઈ સતવારા, પ્રભારી કાથડભાઈ ડાંગર, મહામંત્રી નાગજીભાઈ વરૂ, સ્‍માર્ટ સિટીના ડેપ્‍યુટી એન્‍જી. હરેશ સોંડાગર, વોર્ડ એન્‍જીનીયર ધીરેન કાપડિયા, સ્‍માર્ટ સીટીના અન્‍ય અધિકારીઓ-કર્મચારીઓ, વોર્ડ ઓફિસર કિંજલ ચોલેરા વગેરે ઉપસ્‍થિત રહેલ હતાં.

‘એક પેડ માં કે નામ'ᅠઅભિયાન અંતર્ગત વોર્ડ વાઇઝ યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વોર્ડના કોર્પોરેટરો,ᅠસંગઠનના હોદ્દેદારો, લગત વોર્ડના વોર્ડ એન્‍જીનીયરો,ᅠવોર્ડ ઓફિસરો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્‍થિત રહેલ હતાં. ગાર્ડન સુપરવાઈઝરના માર્ગદર્શન હેઠળ ગાર્ડન શાખાના કર્મચારીઓ અને એજન્‍સી દ્વારા આ તમામ સ્‍થળોએ ઘનિષ્ટ વૃક્ષારોપણ કરવામાં આવશે.

‘એક પેડ માં કે નામ'ᅠઅભિયાન હેઠળ વૃક્ષારોપણ ઝુંબેશ અંતર્ગત જુદા જુદા સ્‍થળોએ કુલ ૩,૪૭,૯૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ૬ માસ દરમ્‍યાન જુદા જુદા સ્‍થળોએ કુલ ૬,૦૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્‍યુંᅠછે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન સોનલબેન સેલારા દ્વારા શહેરીજનો પણ આ ‘એક પેડ માં કે નામ' અભિયાનમાં ઉત્‍સાહભેર જોડાઈ પોતાના નિવાસ સ્‍થાન કે વ્‍યવસાયિક એકમ ખાતે એક વૃક્ષ વાવી તેનું જતન કરે તેવો અનુરોધ કરવામાં આવેલ છે.

(4:01 PM IST)