<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

અનમોલ ટ્રસ્‍ટ દ્વારાઃ ફ્રી ઓફ મેડીકલ કેમ્‍પ

લાયન્‍સ કલબ રાજકોટ મીટડાઉન આયોજિત અનમોલ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને હોપ વેલફેર ફાઉનડેશન ના સહયોગથી હેપી સ્‍કૂલ ઘંટેશ્વર ખાતે ફ્રી મેડીકલ કેમ્‍પ નું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં ૧૫ થી વધારે ડોકટર્સ ની ટીમે સેવા આપી હતી. આંખના ડો. જતીન પટેલ, માનસિક રોગ ના નિષ્‍ણાંત - ડો. મિલન રોકડ, સ્‍ત્રી રોગના નિષ્‍ણાંત ડો. તારાબેન ગાંધી અને ડો. પ્રિયાંશ જોશી, ડેન્‍ટલ નિષ્‍ણાંત, દાંતના નિષ્‍ણાંત- ડો. શ્રેયા વોરા, બાળકોના હાડકાના નિષ્‍ણાંત- ડો. રોહન પારવાણી, હોમિયોપેથીક નિષ્‍ણાંત- ડો. મનીષ અમલ અને ડો. કૃણાલ સિદપરા જેવા નામાંકિત ડોકટર્સ દ્વારા ફ્રી માં બી.પી. અને ડાયાબીટીસ ચેક- અપ કરવામાં આવેલ હતું દર્દીઓને ફ્રી માં ચશ્‍મા, સેનેટરી પેડ અને દવાઓનું વિતરણ કરવામાહં આવેલ હતું. આ કેમ્‍પનો ઉદેશ્‍ય ઝુપડપટ્ટીના લોકોને મફત તબીબી સેવાઓ પૂરી  પાડીને તેમને સ્‍વસ્‍થ રાખવાનું હતું. સ્‍વ. પુષ્‍પાબેન રોહિતભાઇ કોઠારીયાના સ્‍મણાર્થે આ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

(4:04 PM IST)