<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

સદ્‌ગુરૂ તિર્થધામ કા રાજા

મહાઆરતી - મહાપ્રસાદ : રાજકોટઃ અહિંના રૈયા રોડ ઉપર ‘સદગુરૂ તિર્થધામ કા રાજા' ગણેશોત્‍સવમાં ગઇકાલે મહાઆરતી બાદ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં રૈયા રોડ તથા આજુબાજુના વિસ્‍તારના અંદાજીત બે હજારથી વધુ ભકતજનોએ લાભ લીધો હતો. આ પ્રસંગે રાજકોટ - ૨ના ધારાસધ્‍ય ડો.દર્શિતાબેન શાહ તથા વોર્ડ નં.૨ કોર્પોરેટર અને દંડક મનીષભાઇ રાડીયાએ કાર્યકરોને બિરદાવેલ. આયોજનને સફળ બનાવવા મહેન્‍દ્ર ભટ્ટ, ક્રિપાલસિંહ ચૌહાણ, વિપુલભાઇ પાડલીયા, કાનાભાઇ રામ, કાર્તિકભાઇ પાડલીયા, વૃષભ દોશી, રીઝવાન, વિપુલભાઇ રામ, જતિનભાઇ ધનેશા, ધવલ દોશી, દર્શન ચાવડા, દર્શનભાઇ વિઠ્ઠલાણી, ભાર્ગવ પ્રજાપતિ, પરેશભાઇ વિ.એ જહેમત ઉઠાવી હતી.

(4:05 PM IST)