<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

માધાપરના માયાબેન સિતાપરાનો ગળાફાંસો ખાઇ આપઘાતઃ બે સંતાન મા વિહોણા થયા

રાજકોટ તા. ૧૯: આત્‍મહત્‍યાની વધુ એક ઘટનામાં એક પરિણીતાએ ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધુ હતું. માધાપર ચોકડી નજીક દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે ખીજડાવાળી શેરીમાં રહેતાં માયાબેન કિશનભાઇ સિતાપરા (ઉ.વ.૩૨) નામના મહિલાએ સાંજે પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનો જોઇ જતાં બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, તોૈફિકભાઇ, બળુભા, કાનાભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ સહિતે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ કે. એસ. મિશ્રા અને કિરતેશભાઇ સહિતે હોસ્‍પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ માયાબેનના લગ્ન તેર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેણીના માવતર રણુજા મંરિદ પાસે રહે છે.

પતિ ઇશ્વરીયા પાર્કમાં ટિકીટ બારીએ નોકરી કરે છે. પતિ નોકરી પર હતાં અને પરિવારના બીજા લોકો બહાર હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. સ્‍વજન ઘરે આવ્‍યા તે વખતે જ માયાબેને ફાંસો ખાધો હોઇ જોઇ જતાં હોસ્‍પિટલે ખસેડયા હતાં. પણ જીવ બચ્‍યો નહોતો. પરિવારજનો આપઘાતનું કારણ જાણતા ન હોઇ તપાસ યથાવત રખાઇ છે.

(2:24 PM IST)