<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

લોઠડામાં ઓરડીમાં પીસીબીનો દરોડોઃ ૩૨ હજારના દેશી દારૂ સાથે બે પકડાયા

બબલુ અને હુશેનઅલીની ધરપકડઃ ઇમરાનનું નામ ખુલ્‍યું: પીએસઆઇ હુણ અને ત્રાજીયાની ટીમનો દરોડોઃ હેડકોન્‍સ. કરણભાઇ મારૂ, કોન્‍સ. વિજય મેતાની બાતમી

રાજકોટ તા. ૧૯: દારૂ-જૂગારની પ્રવૃતિ નેસ્‍તનાબુદ કરવા પ્રિવેન્‍સશન ઓફ ક્રાઇમ બ્રાંચ-પીસીબીની ટીમ કાર્યરત થઇ હોઇ વધુ એક દરોડામાં બે શખ્‍સોને દેશી દારૂના જથ્‍થા સાથે પકડી લીધા છે. લોઠડા જીઆઇડીસીમાં મીરા કાસ્‍ટીંગવાળા રોડ પર કેજીએન ચીકન સેન્‍ટરનીબાજુની ઓરડીમાં દેશી દારૂનો જથ્‍થો હોવાની બાતમી હેડકોન્‍સ. કરણભાઇ મારૂ અને કોન્‍સ. વિજયભાઇ મેતાને મળતાં દરોડો પાડી બબલુ રસુલભાઇ શેખ (ઉ.વ.૨૨-રહે. રસુલપરા બજરંગ સોસાયટી-૯) અને હુશેનઅલી ગુલમોહમ્‍મદભાઇ અંસારી (ઉ.વ.૨૨-રહે. જંગલેશ્વર-૨૨)ને રૂા. ૩૨ હજારના ૧૬૦ લિટર દેશી દારૂ સાથે પકડી લીધા હતાં. આ દારૂ કોઠારીયા સોલવન્‍ટ રસુલપરાના ઇમરાન ઉર્ફ બાબો જુસબભાઇ હાલા પાસેથી લીધાનું બંનેએ કબુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

પોલીસ કમિશનર, જેસીપીની સુચના અંતર્ગત પીસીબી ઇન્‍ચાર્જ પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, હરદેવસિંહ રાઠોડ, હેડકોન્‍સ. કરણભાઇ મારૂ, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, રાહુલગીરી ગોસ્‍વામી, ગિરીરાજસિંહ જાડેજા, કિરતસિંહ ઝાલા, કોન્‍સ. વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, હિરેનભાઇ સોલંકી, નગીનભાઇ ડાંગર, વાલજીભાઇ જાડાએ આ કામગીરી કરી હતી.

(2:36 PM IST)