News of Thursday, 19th September 2024
એપેક્ષ કોર્પોરેશન કોટન પેઢી સાથે મહારાષ્ટ્ર-આંધ્રપ્રદેશની પેઢીના માલિકો, ભાગીદારોએ ૭.૮૩ કરોડની ઠગાઇ કરી
કોટન સહિતનો માલ ખરીદી રકમ ન ચુકવીઃ ૨૦૨૧થી વારંવાર ઉઘરાણી છતાં નાણા ચુકવતાં નહોતાં : ડીસીબી પોલીસ સ્ટેશનમાં પેઢી સંચાલક આલાપ એવન્યુના અશોકભાઇ દુધાગરાએ ફરિયાદ નોંધાવતાં આર્થિક ગુના નિવારણ સેલની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

રાજકોટ તા. ૧૯: શહેરના પુષ્કરધામ રોડ પર શિવાલીક-૨ કોમ્પલેક્ષમાં એપેક્ષ કોર્પોરેશન નામે પેઢી ધરાવતાં અને કોટનનો વેપાર કરતાં યુનિવર્સિટી રોડ પરના આલાપ એવન્યુમાં રહેતાં અશોકભાઈ માવજીભાઈ દુધાગરા (ઉ.વ.૪૯) સાથે મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશની છ અલગ અલગ પેઢીઓના સંચાલકો-માલિકો તેના ભાગીદારોએ ખરીદી સહિતના બીલ ન ચુકવી રૂપિયા ૭ કરોડ ૮૩ લાખની ઠગાઈ આચરતાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની તપાસ આર્થિક ગુના નિવારણ સેલની ટીમે હાથ ધરી આરોપીઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.
આ બનાવમાં એપેક્ષ પેઢીના સંચાલક અશોકભાઈ દુધાગરાએ પોતાની ફરિયાદ નોંધાવતાં જણાવ્યું છે કે તેની સાથે મિત્ર દિનેશભાઈ મકવાણા પેઢીમાં ભાગીદાર છે. તેની પેઢીમાં કોટન, વેસ્ટ કોટન, ફલેટ, સ્વીપીંગ, કોટન મીક્ષ અને કોટન યાર્ન વગેરેનું ખરીદ-વેચાણ કરવામાં આવે છે. ત્રણેક વર્ષ પહેલાં ધંધાને કારણે પરિચયમાં આવેલા વિનોદ યાદવ મારફતે નાગપુરના નારખેડ તાલુકાની માતોશ્રી માગાસ્વર્ગીય શેતકારી સહકારી સુતગીરણી માલાપુરની નામની પેઢીના ચેરમેન બન્દુ તાગડે સાથે ઓળખાણ થઈ હતી. જેથી તેમની મીલ રૂા. ૯ લાખમાં ભાડે રાખી કરાર કર્યા હતા.
નક્કી થયા મુજબ તેની પેઢીએ રૂા.પ૦ લાખ ડિપોઝીટ પેટે ચુકવ્યા હતા. મીલ ખારી કરી તેના બે મહિના અગાવ લેખીતમાં જાણ કરવાની શરત હતી. ત્યાર પછી તેની પેઢીમાંથી કોટનની ગાંસડી વેચાણથી આપી હતી. તેમજ બન્દુ તાગડેની પેઢી પાસેથી કોટન યાર્ન એટલે કે દોરા અને કોટન વેસ્ટની ખરીદી પણ કરતા હતા. ગઈ તા.ર૪-પ-ર૦રરના રોજ નોટીસ આપી મીલ ખાલી કરી આપી હતી. તે સમયે તેની પેઢીના ડિપોઝીટ સહિતના કુલ રૂા.પ.૩૯ કરોડ લેવાના નીકળતા હતા. જેમાંથી રૂા.૬૪ લાખ ચુકવ્યા હતા. બાકીના રૂા.૪.૭પ કરોડ લેવાના નીકળે છે.
અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં રકમ પરત આપી નથી. ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે આંધ્ર પ્રદેશના ગંતુર તાલુકામાં આવેલી સાગર કોટન સ્પીનીંગના માલીક મચેરલા મેરીને કોટન યાર્ન અને કોટન વેસ્ટ વેચાણ કરતાં હતા. સામે કોટન ગાંસડી ખરીદતા હતા. જે વ્યવહારના રૂા.૧.ર૩ કરોડ લેવાના બાકી નીકળે છે. જે પરત આપતા નથી. આ ઉપરાંત મહારાષ્ટ્રના નાસિક જીલ્લાના માલેગાંવના ઓમ ગોડાઉનના માલીક એકતા શેઠ, બે ભાગીદારો હમઝા અને આસીફનું વેર હાઉસ ભાડે રાખ્યું હતું. તે વખતે ર૦રરની સાલમાં રૂા.૧.૧૦ કરોડના તૈયાર દોરાનો માલ વેર હાઉસમાં રાખવા માટે આપ્યો હતો. પરંતુ બાદમાં આ માલ ભરવા દીધો ન હતો. તેમજ માલના પૈસા પણ આપ્યા નથી. આ રીતે ત્રણેય આરોપીઓએ તેનો માલ બારોબાર વેચી નાખ્યાની શંકા છે.
આ ઉપરાંત માલેગાંવની શિવ ટેકસટાઈલ પેઢીના ભરતભાઈ તેની પેઢી પાસેથી કોટન યાર્ન ખરીદ કરતા હતા. ર૦ર૧ની સાલથી માલના રૂા.૧૯.૪૩ લાખ પરત આપતા નથી. મહારાટ્રના બુલધાણા જીલ્લામાં આવેલી જયશ્રી બાલાજી સ્પીનીંગ મીલના માલીક રાજેન્દ્ર અને -તિક છે. તેણે સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવી તેમની મીલ ભાડેથી રાખી હતી. જે-તે વખતે મીલનું વીજબીલ રૂા.૧૬.૩પ લાખ બાકી હતું. જે ચૂકવ્યું હતું. જે રકમ આજ સુધી પરત આપી નથી. તેમજ મહારાષ્ટ્રના નાગપુર જીલ્લામાં દિક્ષા ટેકસટાઈલ માલીક વિનોદ યાદવ છે. તેની પેઢીએ તેની પાસેથી માલ ખરીદયો હતો. જેના રૂા.૩૭.૭ર લાખ પરત આપતા નથી. જેથી આ તમામ પેઢીના માલીકો અને ભાગીદારાએ કુલ રૂા. ૭ કરોડ ૮૩ લાખની ઠગાઇ કરી હોઇ ફરિયાદ નોંધાવવી પડી હતી. તેમ વધુમાં અશોકભાઇએ જણાવતાં ડીસીબી પોલીસમાં ગુનો દાખલ થયો છે. આગળની તપાસ પીઆઇ જે. એમ. કૈલા, પીએસઆઇ સી. બી. જાડેજા, એએસઆઇ આર. કે. જાડેજા, વિરમભાઇ ધગલ અને ટીમે હાથ ધરી છે.
(2:52 PM IST)










