<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

કાલે મનપાનું જનરલ બોર્ડ : તંદુરસ્‍ત ચર્ચા કે ફરી આક્ષેપબાજી ?

શહેરીજનો રોડ રસ્‍તા પરના ખાડા-ખબડા, રોગચાળા સહિતની મુશ્‍કેલી માંથી રાહત ઝંખી રહ્યા છે

રાજકોટ તા. ૧૯ : આવતીકાલે તા. ૨૦મીએ મનપાનું જનરલ બોર્ડ યોજાશે.  આ સભામાં ડ્રોથી નક્કી કરાયેલા ક્રમમાં વોર્ડ નં. ૧ ભાજપના કોર્પોરેટર હિરેન ખીમાણીયાના પ્રશ્નોથી બોર્ડની ચર્ચાનો પ્રારંભ થશે. જેમાં ભાજપના કુલ ૧૮ કોર્પોરેટરો તથા કોંગ્રેસના ૪ સહિત કુલ ૨૨ કોર્પોરેટરો ૪૬ પ્રશ્નો રજુ કર્યા છે.

મનપાનું કાલે ૨૦મી સપ્‍ટેમ્‍બરના રોજ જનરલ બોર્ડ સવારે ૧૧ વાગ્‍યે સ્‍વ. રમેશભાઇ છાયા સભાગૃહમાં મેયર નયનાબેનના અધ્‍યક્ષ સ્‍થાને યોજાશે. આ બોર્ડમાં વોર્ડ નં. ૧ના કોર્પોરેટર હિરેન ખીમાણીયાએ જુદા જુદા વોર્ડના એકશન પ્‍લાનની કામગીરી હાલ કયા તબક્કે છે ? છેલ્લા ૩ વર્ષમાં થયેલા એકશન પ્‍લાનની વિસ્‍તૃત વિગત વોર્ડ વાઇઝ આપવી, વેરા વસુલાત શાખા રીકવરી સેલ દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો તથા આવકમાં કેટલો વધારો થયો ? તેની વિગતવાર માહિતી આપવાથી થશે.

જ્‍યારે બીજા પ્રશ્નો વોર્ડ નં. ૧૪ના વર્ષાબેન રાણપરાએ સ્‍માર્ટ સીટી અંતર્ગત કયા કયા પ્રોજેકટ હાલ કાર્યરત છે ?, મનપા હસ્‍તકના કોમ્‍યુનિટી હોલ આવેલ છે અને તેનો વાર્ષિક સરેરાશ વપરાશ કેટલો રહે છે ?

આ ઉપરાંત ત્રીજો પ્રશ્ન વોર્ડ નં. ૯ના જીતુભાઇ કાટોળીયાએ આરોગ્‍ય શાખા દ્વારા શહેરમાં છેલ્લા ૩ માસમાં ડેન્‍ગ્‍યુ, મેલેરિયા, પાણીજન્‍ય રોગ લગત શું કામગીરી કરવામાં આવેલ છે ? મહાનગરપાલિકા હસ્‍તક કુલ કેટલા યુએસી-પીએચસી આવેલ છે ? તેમાં કઇકઇ પ્રકારની સુવિધા આપવામાં આવે છે? સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્‍યા છે.

અગ્નિકાંડ બાદ કેટલા બાંધકામો ઇન્‍વર્ડ થયા : કોંગ્રેસ નગરસેવકોના પ્રશ્નો

આગામી સામાન્‍ય સભામાં વોર્ડ નં. ૧૫ના કોંગ્રેસના કોર્પોરેટર વશરામભાઇ, ભાનુબેન સોરાણી, મકબુલ દાઉદાણી તથા કોમલબેન ભારાઇએ ૧૫ જુન ૨૦૨૪ના ઢોર ડબ્‍બામાં કુલ કેટલા ઢોર હતા ? તેમાંથી કેટલા ઢોર આજ સુધીમાં મૃત્‍યુ પામ્‍યા ? ડ્રેનેજની કેટલી ફરીયાદો આવી ? આજી રીવર ફ્રન્‍ટનો પ્રોજેકટ કેટલો પહોંચ્‍યો, તેનું ટેન્‍ડર ક્‍યારે પ્રસિધ્‍ધ થશે ? કેટલા સફાઇ કામદારનું સેટઅપ છે ? ૨૫ મે પછી મનપામાં કેટલા બાંધકામ પ્‍લાન ઇન્‍વર્ડ થયા સહિતના પ્રશ્ન રજૂ કર્યા.(૨૮.૧)

કેટલા પ્રશ્નો કયા પક્ષના રજૂ

     ભાજપ કોંગ્રેસ કુલ

કોર્પો.  ૧૮    ૪    ૨૨

પ્રશ્નો  ૩૫    ૧૧       ૪૬

કયા નગરસેવકોના કેટલા પ્રશ્નો

કોર્પોરેટરો         પ્રશ્ન

હિરેનભાઇ ખીમાણી ૨

વર્ષાબેન રાણપરા  ૨

જીતુભાઇ કાટોળીયા ૨

મંજુબેન કુગશીયા  ૨

નીતીનભાઇ રામાણી ૨

ચેતનભાઇ સુરેજા   ૨

સુરેન્‍દ્રસિંહ વાળા    ૨

પુષ્‍કરભાઇ પટેલ   ૨

સોનલબેન સેલારા  ૨

કોમલબેન ભારાઇ  ૩

નરેન્‍દ્રભાઇ ડવ     ૨

હાર્દિકભાઇ ગોહિલ  ૨

દિલીપભાઇ લુણાગરીયા     ૨

રસિલાબેન સાકરીયા ૨

કેતનભાઇ પટેલ    ૨

પરેશભાઇ પીપળીયા ૨

વશરામભાઇ સાગઠીયા      ૩

પ્રીતીબેન દોશી     ૧

નરેન્‍દ્રસિંહ વાઘેલા  ૨

રૂચિતાબેન જોષી   ૨

મકબુલભાઇ દાઉદાણી     ૩

ભાનુબેન સોરાણી      ૨

(2:55 PM IST)