<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફે ઇદે મીલાદ નીમીતે બ્‍લડ ડોનેશન કેમ્‍પ તથા ફ્રી નિદાન કેમ્‍પ યોજાયો

રાજકોટ : કોમી એકતાના પ્રતિક હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ખાતે મલ્‍ટીસ્‍પશ્‍યાલીટી હોસ્‍પીટલમાં ઇદે મીલાદ નીમીતે બ્‍લડ ડોનેશન કેમ્‍પ તથા ફ્રી નિદાન કેમ્‍પ રાખવામાં આવેલ. આ બ્‍લડ ડોનેશન કેમ્‍પ જીવનદિપ બ્‍લડ સેન્‍ટરના સહયોગથી યોજાયો હતો. જેમાં બહોળી સંખ્‍યામાં લોકોએ જોડાઇ બ્‍લડ ડોનેશન કર્યું હતું અને ફ્રી નિદાન કેમ્‍પનો પણ લોકોએ લાભ લીધો હતો. જેમા ડો. મુસ્‍તાકબાપુ કાદરી, ડો. શબ્‍બીર હેરંજા, ડો. મોઇન પટ્ટણી વગેરે ડોક્‍ટર્સ એ સેવા આપી હતી. આ ઉપરાંત રાજકોટ શહેરનું ઇદે મીલાદનું ઝુલુસ શાનો સોકતથી હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ખાતે આવી સંપન્‍ન થયું હતું આ ઝૂલુસની વ્‍યવસ્‍થામાં દરગાહ શરીફ ખાતે ફરજ નીભાવનાર તમામ પોલીસ સ્‍ટાફ, પોલીસ કમિશનર, ડી.સી.પી. એ.સી.પી. પ્ર. નગર પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર ઝનકાર, પી.એસ.આઇ.બેલીમ વગેરેનો તેમજ આ આયોજનને સફળ બનાવવા માટે ખડેપગે રહેનાર એ.પી.પી. રમીઝ સર સીધી, અઝરૂદીનબાપુ કાદરી, અનવરભાઇ ચાનીયા, ઇબ્રાહીમભાઇ કુરેશી, ફોરોઝખાન પઠાણ, અહેસાનભાઇ ચૌહાણ, વકાર બ્‍લોચ સકલેની, અશરફખાન પઠાણ, આમીરભાઇ દલ, સલમાનભાઇ દલ, દિલાવરભાઇ જુણાચ, સાહીદ પઠાણ, કાસમભાઇ શેખ ફકોર, મદીના મસ્‍જીદ ગ્રુપ (લક્ષ્મીનગર) તેમજ વ્‍હોરા સમાજના અગ્રણી યુસુફભાઈ જોહરકાર્ડ ઉપસ્‍થિત રહેવા બદલ વગેરે હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્‍ટના પ્રમુખ યુસુફભાઈ ઈસ્‍માઇલભાઈ દલ, રહીમભાઇ સોરા, બસીરબાપુ બુખારી, તૈયબભાઇ ભાણુ તથા સર્વ ટ્રસ્‍ટી મંડળ દ્વારા આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો. કેમ્‍પની તસ્‍વીરોમાં વિવિધ કાર્યક્રમો યોજાયેલા નજરે પડે છે.

(3:04 PM IST)