<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

મનપા દ્વારા યોગશિબિર યોજાઇઃ ૧૦૦ લોકોએ શ્રમદાન કર્યું

રાજકોટઃ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્‍વચ્‍છ ભારત મિશન તા.૧૭ સપ્‍ટેમ્‍બર થી તા.૨ ઓકટોબર સુધી ‘સ્‍વચ્‍છતા હી સેવા-૨૦૨૪' પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્‍વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા.૧૯ સપ્‍ટેમ્‍બરના સવારે ૭ કલાકે યોગા સેન્‍ટર,એથ્‍લેટિક્‍સ ટ્રેક ગ્રાઉન્‍ડ પાસે,રેસકોર્ષ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ. આ યોગ શિબિરમાં યોગ ટ્રેઈનર દ્વારા ભાગ લેનાર નાગરિકોને યોગ કરાવવામાં આવેલ તેમજ યોગ શિબિર કાર્યકમ બાદ નાગરિકો દ્વારા રેસકોર્ષ ખાતે બાલભવન રોડ પર શ્રમદાન આપી સફાઈ કરવામાં આવેલ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઈ અંગે માહિતગાર કરવામાં આવેલ

(4:08 PM IST)