તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Thursday, 19th September 2024
ગુજરાત રાજય યોગ બોર્ડ અને મનપાના સંયુકત ઉપક્રમે યોગ સંવાદ અને સ્વચ્છતા મુકિત અભિયાન કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રાજકોટ મહાનગર સેવા સદનના સંયુક્ત ઉપક્રમે આયોજિત સ્વચ્છતા એજ સેવા - યોગ સંવાદ - વ્યસન મુક્તિ અભિયાન કાર્યક્રમ હેઠળ આજે સ્વચછતા અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ખૂબ જ ઊર્જાવાન ચેરમેન શ્રી યોગ સેવક શિશપાલજી, ખાસ ફરજ પરના અધિકારી શ્રી વેદી, સ્ટેટ કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી, સૌરાષ્ટ્ર ઝોન કોર્ડીનેટર વંદનાબેન રાજાણી, સોશિયલ મીડિયા ઝોન કોર્ડીનેટર શૈલેષ ટાંક મનાપા કોડીનેટર વેસ્ટ ઝોનગીતાબેન અને ઈસ્ટ ઝોન કોડીનેટર મીતાબેન તેરૈયાના સીધા માર્ગદર્શન અને શુભેચ્છા સાથે મહાનગર પાલીકા સ્વચ્છતા એજ સેવા - યોગ સંવાદ - વ્યસન મુક્તિમાં જાગળતિ આવે આવા ઉમદા હેતુથી વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ.
આજે તા.૧૯/૦૯/૨૦૨૪ ગુરુવારના સમય : સવારે ૭. થી ૮ દરમ્યાન સ્થળ : રેસકોર્સ ઈન્ડો સ્ટેડિયમની બાજુમાં આરએમસી યોગ ક્લાસ મોનાબેન ઠક્કરના યોગ વર્ગમાં લોકો જોડાયા હતા.
આ ઉપરાંત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રાજકોટ પરિવાર વતી, કોર્ડીનેટર સૌરાષ્ટ્ર ઝોન કોડીનેટર વંદનાબેન રાજાણી, સોશિયલ મીડિયા ઝોન કોર્ડીનેટર શૈલેષ ટાંક, રાજકોટ મહાનગર પાલિકા ઇસ્ટ ઝોન કોડીનેટર મીતાબેન તેરૈયા, રાજકોટ મહાનગર પાલિકા વેસ્ટ ઝોન કોડીનેટર ગીતાબેન સોજીત્રા, મનિષાબેન ચૌહાણ, પુનીતાબેન મહેતાના સાધકો સાથે સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ ગુજરાત હાઉસીંગ બોર્ડ પંડિત દિનદયાળનગર, રંગોલી પાર્ક, કટારીયા ચોકડી ખાતે યોજાયો હતો. જેમાં રંગોલીપાર્કના બહેનો મંજુલાબેન વારોતરીયા નેહાબેન વ્યાસ સહિતના બહેનોએ ભાગ લીધો હતો.
(4:08 PM IST)










