News of Thursday, 19th September 2024
શહેરીજનોને નિયમિત પાણી મળી રહે તે માટે રૂા. રર૬.રપ કરોડના કામો થયા : પાંભરનો દાવો
મનપાના વોટર વર્કસ સમિતિના ચેરમેન અશ્વિનભાઇનો એક વર્ષનો પાણીદાર કાર્યક્રમ : શહેરના જુદા જુદા વોર્ડમાં પાણીની જુની પાઇપલાઇનના સ્થાને તબક્કાવાર ડી.આઇ. પાઇપલાઇન નાખવાની કામગીરી ગતિમાં: એક વર્ષમાં આજી ડેમમાં સૌની યોજના મારફત બે વખત નર્મદા નીર ઠાલવ્યા

રાજકોટ, તા. ૧૯ : મહાનગરપાલિકાના વોટર વર્કસ સમિતિના ચેરમેન તરીકે અશ્વિનભાઈ પાંભરનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા જણાવે છે કે, મહાનગરપાલિકાની બાકી રહેતી ૨.૫ વર્ષની મુદત માટે રાજકોટ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી. જેમાં છેલ્લા વર્ષમાં શહેરમાં પાણીની અછત ઉદભવે નહિ, પાણી કાપ ન આવે, પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય નહી તેવા ઉમદા હેતુસર રૂ.૨૨૬.૨૫ કરોડના લોકભોગ્ય કામો કરવામાં આવ્યા હતા.
વધુમાં શ્રી પાંભરે જણાવ્યું હતુ કે, છેલ્લા ૧ વર્ષમાં રૂ.૯૮.૧૩ કરોડના ખર્ચે ઙ્કઅમળત મિશનઙ્ઘ અંતર્ગત પીવાના પાણી માટે હેડવર્ક્સ તથા ડી.આઈ. પાઇપલાઇન અને એમ.એસ. પાઇપલાઇનના કુલ ૦૫ કામ કરવામાં આવ્યા. શહેરના વોર્ડ નં.૧૧,૧૨,૧૩માં વસવાટ કરતા નાગરિકોને પૂરતા દબાણથી પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે જેટકો ચોકડી પાસે રૂ.૪૨ કરોડના ખર્ચે ૫૦ MLD ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ તથા ઈ.એસ.આર., જી.એસ.આર.ની કામગીરી કરી, લોકાર્પણ કરવામાં આવ્યું.
રૂ.૧.૯૭ કરોડના ખર્ચે મોદી સ્કૂલથી સોજીત્રા પમ્પીંગ સ્ટેશન સુધી ૫૦૮ એમ.એમ.ડાયાની એમ.એસ. પાઇપલાઇન નાખવાનું કામ કરવામાં આવ્યું.
રૂ.૧.૦૨ કરોડના ખર્ચે પોપટપરા ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન પર ૧૧૦૦ એમ.એમ. એસ.એસ. પાઇપલાઇન બદલાવવાનું કામ કરવામાં આવ્યું.જયારે રૂ.૪.૯૪ કરોડના ખર્ચે વોર્ડ નં.૧૨માં વેસ્ટ ઝોનમાં વાવડી વિસ્તારમાં, વાવડી હેડવર્કસ કમ્પાઉન્ડમાં સ્ટોરેજ ક્ષમતા વધારવા, નવો જી.એસ.આર. બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
જયારે સૌની યોજના મારફત આજી-૧ જળાશયમાં ૦૨ વખત પાણી મેળવવામાં આવેલ. જેમાં પ્રથમ વખત, તા.૨૮ ના રોજ ૧૭૩૦ એમ.સી.એફ.ટી તથા બીજી વખત તા.૦૧ ના રોજ ૨૦૧ એમ.સી.એફ.ટી. મળી, એમ કુલ ૧૯૩૧ એમ.સી.એફ.ટી. પાણી મેળવવામાં આવેલ.
સૌની યોજના મારફત ન્યારી-૧ જળાશયમાં ૦૧ વખત ૬૦૦ એમ.સી.એફ.ટી. પાણી મેળવવામાં આવેલ. શહેરના જુદા જુદા વોર્ડમાં પાણીની જુની પાઈપલાઈનના સ્થાને તબક્કાવાર ડી.આઈ. પાઈપલાઈન નાખવાની કામગીરી ગતિમાં છે.
અંતમાં શ્રી પાંભરએ જણાવેલ કે, મહાનગરપાલિકાના શાસકો શહેરીજનોને નિયમિત ૨૦ મિનિટ પાણી પુરૂ પાડવા કોઈપણ સંજોગોમાં પાણીપૂરવઠો જળવાઈ રહે તે માટ મહાનગરપાલિકાના શાસકો સતત પ્રયત્નશીલ અને કટ્ટીબધ્ધ છે.
મહાનગરપાલિકાના વોટર વર્કસ સમિતિના સમિતિના ચેરમેન તરીકેના મારા ૦૧ વર્ષના કાર્યકાળ દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વવાળી રાજ્ય સરકાર, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પદાધિકારીઓ, સાંસદો તથા મિડીયાના પ્રતિનિધિઓ તરફથી રાજકોટ શહેરની વણથંભી વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં સતત સાથ અને સહકાર મળેલ છે તેમજ આગામી સમયગાળામાં પણ સાથ અને સહકાર મળશે તેવી આશા અને અપેક્ષા વ્યકત કરી હતી.
(3:56 PM IST)










