News of Thursday, 19th September 2024
સોલીડ વેસ્ટ શાખા દ્વારા સફાઇ કામદારોને યેનકેન પ્રકારે અન્યાય
વાલ્મીકી મહિલા મંડળના માણેકબેનની આક્રોશભેર રજુઆત

રાજકોટ તા. ૧૯ : મહાનગરપાલિકા કચેરી રાજકોટની સોલીડવેસ્ટ શાખા દ્વારા વર્ગ-૪ ના પછાતવર્ગના અભણ સભાઇ કામદારોને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યાનો આક્રોશ વાલ્મીકી મહિલા મંડળ રાજકોટના માણેકબેન ગોરીએ એક યાદીમાં વ્યકત કર્યો છે.
તેઓએ જણાવ્યુ છે કે કોઇ બીમાર હોય કે પારિવારિક દુઃખદ ઘટનાને કારણે સમયસર ફરજ પર ન પહોંચી શકાયુ હોય તો તેવા કિસ્સામાં પણ ખોટી રીતે નિયમોની આડમાં નોટીસ આપી પગાર કાપી લઇ દંડનાત્મક પગલા ભરી હેરાન કરવામાં આવે છે.
તાજેતરમાં સતત પાંચ દિવસ વરસાદ પડવાથી ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. આવી સ્થિતિમાં રસ્તાની સફાઇ થઇ શકે તેમ નહોતી. તેમ છતા ફરજ પરની નિષ્કાળજી અને બેદરકારીમાં ખપાવી નોટીસો પાઠવાઇ હતી. ત્યારે પણ પગાર કપાત કરી દંડ અને શિક્ષારૂપે નોકરી પરથી છુટા કરાયા હતા. આવા અમાવીય વ્યવહારો કરતા તંત્રવાહકો સામે મ્યુ. કમિશ્નરશ્રી અને મેયર તપાસ હાથ ધરી પગલા ભરે અને નાના સફાઇ કામદારોને ન્યાય અપાવે તેવી યાદીના અંતમાં માણેકબેન શીંગાળા-ગોરી (મો.૯૭૨૭૭ ૨૮૯૭૦) એ માંગણી ઉઠાવી છે.
(3:56 PM IST)










