News of Thursday, 19th September 2024
રવિવારે મોચી જ્ઞાતિના ૭૦૦ તારલાઓનું સન્માન
રાજકોટ મોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળ દ્વારા હેમુગઢવી હોલ ખાતે કાર્યક્રમ

રાજકોટઃ શ્રી રાજકોટ મોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળ -રાજકોટ દ્વારા ૩૧ મા શ્રી સરસ્વતી સન્માન સમારંભ -૨૦૨૪ તા. ૨૨ ને રવિવારે બપોરે ૨: ૩૦ કલાકે હેમુ ગઢવી હોલ-ટાગોર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. જેમાં ૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓને ઇનામ તેમજ આશ્વાસન ઇનામ આપી સન્માન કરવામાં આવશે. કાર્યક્રમનું ઉદઘાટન ૬૮- રાજકોટ (પૂર્વ)ના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ દ્વારા થશે. કાર્યક્રમમાં હસમુખભાઇ પરમાર, ડો.યોગીતાબેન ચૌહાણ, રાજેશભાઇ ચૌહાણ તેમજ નીશાબેન ચાવડા, નીલેશભાઇ પરમાર, ડો.કિરણભાઇ પરમાર, પ્રવિણભાઇ જેઠવા, કિર્તીબેન જેઠવા, મયુરભાઇ વાળા, અમદાવાર શહેર ભાજપ ઉપપ્રમુખ ડો.ચંદ્રાવતીબેન ચૌહાણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં જ્ઞાતિ રત્ન તરવૈયા દરિયાઇ તરણસ્પર્ધા-૨૦૨૪ ના સિલ્વર મેડલ વિજેતા પ્રતિક નાગરનું વિશેષ સન્માન કરવામાં આવશે. તસ્વીરમાં હાર્દિકભાઇ ચૌહાણ, મુકેશભાઇ ગોહીલ, સુરેશભાઇ ચૌહાણ, પ્રવિણભાઇ સોડાગર, જીતુભાઇ ગોહેલ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:00 PM IST)










