<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

રાજકોટ જીલ્લાની નગરપાલિકા વિસ્‍તારમાં ઘાસચારાનું વેચાણ - નાંખવા પર પ્રતિબંધ

રાજકોટ, તા.૨૦: રાજકોટ જિલ્લાની ગોંડલ, જસદણ, જેતપુર નવાગઢ, ધોરાજી, ઉપલેટા અને ભાયાવદર નગરપાલિકા વિસ્‍તારમાં ઘાસચારા વેચાણ તેમજ પશુઓની નોંધણી અંગે રાજકોટ અધિક જીલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી સી.એ. ગાંધી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્‍યું છે.

જે મુજબ પશુઓને જાહેરમાં ઘાસચારો જાહેરમાર્ગ/ફુટપાથ તથા જાહેરસ્‍થળો ઉપર કોઈપણ વ્‍યકિત દ્વારા ઘાસચારાનું વેચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તેમજ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. આ સાથે રખડતા ઢોરની નોંધણી તથા ટેગ લગાવવું. જે કામગીરી સંબંધીત નગરપાલિકા દ્વારા કરવાની રહેશે. જાહેરનામાનો કોઈપણ ખંડનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. જાહેરનામું તા.૭ નવેમ્‍બર ૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

(12:06 PM IST)