તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
ન્યુ ખોડીયાર સોસાયટીના હીરાભાઇ બજાણીયાનું હૃદય બેસી જતાં મોત

રાજકોટ તા.૨૦: સહકાર નગર મેઇન રોડ પર ન્યુ ખોડિયાર સોસાયટીમાં રહેતાં હીરાભાઇ રણછોડભાઇ બજાણીયા (ઉ.વ.૬૬) ઘરે હતાં ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ રાત્રીના મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હીરાભાઇ કડીયા કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. તેઓ બે બહેન અને ત્રણ ભાઇમાં મોટા હતાં. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. બનાવ અંગે ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી.
બેભાન હાલતમાં સાજન અને જયંતિએ દમ તોડયો
અન્ય બનાવમાં રૈયાધાર ઇન્દિરાનગરમા રહેતો સાજનભાઇ વલ્લભભાઇ સોલંકી (ઉ.વ.૩૦) કેન્સરની બિમારીથી બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયો હતો. પણ દમ તોડી દીધો હતો. બીજા બનાવમાં કુબલીયાપરામાં રહેતો જયંતિભાઇ ચનાભાઇ સોલંકી (ઉ.વ.૩૦) બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા અને યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
(12:39 PM IST)










